- ધારપુર હોસ્પિટલમાં સાંસદ ભરતસિંહ ડાભીએ હિમોફિલિયા સેન્ટરનું કર્યું ઉદ્ઘાટન
- હિમોફિલિયાના દર્દીઓ માટે હોસ્પિટલમાં બાર બેડનો વોર્ડ કાર્યરત કરાયો
- રાજ્યમાં હિમોફિલિયા ટ્રીટમેન્ટ નું બીજું સેન્ટર પાટણની ધારપુર હોસ્પિટલમાં શરૂ થયું
પાટણ: ધારપુર હોસ્પિટલ ખાતે હિમોફોલિયાના દર્દીઓને છેલ્લા 5 વર્ષથી સારવાર આપવામાં આવી રહી છે. હોસ્પિટલમાં આ રોગના દર્દીઓ માટે કોઈ વોર્ડ ન હોવાને કારણે દર્દીઓને હલાકીઓ વેઠવી પડતી હતી. જેથી દર્દીઓને કોઈ તકલીફ ન પડે તે માટે ધારપુર હોસ્પિટલના ડીન યોગેશાનંદ ગોસ્વામી અને હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો. મનીષ રાવતના પ્રયાસોથી ધારપુર હોસ્પિટલ ખાતે હિમોફિલિયાના દર્દીઓ માટે નવો વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ધારપુર હોસ્પિટલમાં કોરોનાની ત્રીજી લહેર માટે આગોતરું આયોજન
દર્દીઓને હિમોફિલિયાની સારવાર ઘરઆંગણે મળી રહેશે
સિવિલ હોસ્પિટલના પ્રથમ મળે બાર બેડની સુવિધા સાથેનો એક વોર્ડ કાર્યરત કરવામાં આવ્યો છે. જે વોર્ડનું પાટણના સાંસદ ભરત ડાભીએ રવિવારે ઉદ્ઘાટન કરી દર્દીઓ માટે ખુલ્લો મુક્યો હતો. આ પ્રસંગે પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે, હિમોફિલિયાની આનુવંશિક ખામિની જાગૃતિ સમગ્ર ગુજરાતમાં આવે તે પ્રકારની કામગીરી રાજ્ય સરકાર કરી રહી છે. હિમોફિલિયાની ખામી અસાધ્ય રોગ છે તેનો ખર્ચ પણ વધુ થતો હોય હીમોફીલિયા પરિવારના રાજ્ય સરકાર વાલી બની સતત ચિંતા કરી રહી છે. રાજ્યમાં હિમોફિલિયાના ટ્રીટમેન્ટની શરૂઆત સુરત પછી ધારપુર હોસ્પિટલ ખાતે સેવા ચાલુ કરવામાં આવી છે. જેનાથી દર્દીઓને હિમોફિલિયાની સારવાર ઘરઆંગણે મળી રહેશે.
આ પણ વાંચો: પાટણ સેવાભાવી સંસ્થાઓએ મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ માટે દવાની બેઝિક કીટ અર્પણ કરી
પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કીરીટ પટેલ પણ ઉદ્ઘાટન સમારોહમાં રહ્યા હાજર
પાટણના ધારાસભ્ય કીરીટ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, કોરોના મહામારીમાં ધારપુર હોસ્પિટલે મજબૂત સેવા પૂરી પાડી છે. હિમોફિલિયાની ખામીના 85 ટકા દર્દીઓ A -ટાઈપની બીમારીથી પીડાતા હોય છે. હિમોફિલિયા એજ્યુકેશન એન્ડ ઇન્ફોર્મેશન ટ્રસ્ટના સહયોગથી દર્દીઓ સાથે હેત સંબંધો બની રહ્યા છે. જેના થકી દર્દીઓમાં આત્મવિશ્વાસ મજબૂત બન્યો છે.