ETV Bharat / state

HNGU યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને લગતી તમામ કામગીરી ઓનલાઈન કરી - વિદ્યાર્થીઓને લગતી તમામ કામગીરી ઓનલાઈન

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓને લગતી તમામ કામગીરી ઓનલાઇન કરી છે. વિદ્યાર્થીઓ હવે ઓનલાઈનના માધ્યમથી માર્કશીટ અને ડિગ્રી સર્ટી સહિતની કામગીરી કરી શકશે. આ ઓનલાઇનની પ્રક્રિયામાં સર્ટીની જે પણ ફી જે પહેલા હતી તે મુજબ રહેશે કોઈ વધારો થશે નહિ.

patan HNGU university made all the student related activities online

author img

By

Published : Jan 27, 2023, 6:59 PM IST

HNGU યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને લગતી તમામ કામગીરી ઓનલાઈન કરી

પાટણ: પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વહીવટ તેમજ વિધાર્થીઓના કામ હવે ઓનલાઇન થાય તે માટે ડિજિટલાઈઝેશન કરવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓ હવે ઓનલાઈનના માધ્યમથી માર્કશીટ અને ડિગ્રી સર્ટી સહિતની કામગીરી કરી શકશે. જેનાથી વિદ્યાર્થીઓને હવે યુનિવર્સિટીમાં આવવું નહીં પડે જેથી વિદ્યાર્થીઓનો સમય અને ભાડા ખર્ચ પણ બચશે.

યુનિવર્સિટીએ ડિજિટલ પ્લેટફોર્મ શરૂ કર્યું: ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ 1986 માં શરૂ થયેલી હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં 38 વર્ષ બાદ હવે ટેકનોલોજીના યુગમાં પ્રવેશી રહ્યો છે. વિદ્યાર્થીઓના કામ સરળતાથી અને ઝડપી થાય તેમજ છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાંથી વિધાર્થીઓને લાંબુ અંતર કાપીને પાટણ ખાતે આવવું ન પડે તેથી યુનિવર્સીટી દ્વારા મહત્વનું પગલું લેવામાં આવ્યું છે.

આ પણ વાંચો Pariksha Pe Charcha પરીક્ષા પે ચર્ચામાં વિદ્યાર્થીઓએ કરી 'મન કી બાત', CM જોડાયા

ઘરે બેઠા માર્કશીટ સહિતના સર્ટિફિકેટ માટે ઓનલાઈન અરજી કરી શકાશે: યુનિવર્સીટીના વિદ્યાર્થી કેન્દ્રમાં થતી ડિગ્રી સર્ટી અને માર્કશીટ વેરીફિકેશન, ટ્રાન્સક્રિપ્ટ, પ્રોવિઝનલ ડીગ્રી સર્ટી ડબલ્યુ 103 ના ફોર્મ ભરવા સહિતની વિદ્યાર્થી કેન્દ્રમાં થતી તમામ કામગીરી યુનિવર્સિટીની વેબસાઈટ ઉપરથી વિદ્યાર્થીઓ ઓનલાઈન કરી શકે તે માટેનું સિસ્ટમ એનાલિસિસ ટીમ દ્વારા પોર્ટલ તૈયાર કરી આ પોર્ટલની અલગ અલગ સેશનમાં ચકાસણી વહીવટી સતાધીશો દ્વારા કરવામાં આવી હતી. ડેમોમાં સફળ રહ્યા બાદ આજથી વેબસાઈટ પર પોર્ટલ સુવિધા શરૂ કરાઈ છે. જેના થકી વિદ્યાર્થીઓ હવે ઘરે બેઠા માર્કશીટ સહિતના સર્ટિફિકેટ માટે ઓનલાઈન અરજી કરી શકશે.

આ પણ વાંચો Abha Digital Health Card: હવે દર્દીઓને મેડિકલ રિપોર્ટની જરૂર નહીં પડે, તમામ નાગરિકોને મળશે હેલ્થ કાર્ડ, 108 કરશે કામગીરી

ઓનલાઇન પ્રકિયામાં ફ્રીમાં કોઈ વધારો નહી: ઇન્ચાર્જ કુલપતિ ડૉ.રોહિત દેસાઈએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી સંલગ્ન 500 થી વધુ કોલેજોમાં 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ ઉપરાંત ભૂતકાળમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન સેવા શરૂ થતા કામો ખૂબ ઝડપથી થશે. વિદ્યાર્થીઓને મહેસાણા સાબરકાંઠા કે બનાસકાંઠા માંથી પાટણ આવવાની જરૂર રહેશે નહીં. આ ઓનલાઇનની પ્રક્રિયામાં સર્ટીની જે પણ ફી જે પહેલા હતી તે મુજબ રહેશે કોઈ વધારો થશે નહિ. વિદ્યાર્થીઓને ધક્કો ખાવો પડશે નહી સાથે ભાડાનો ખર્ચ બચશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.