ETV Bharat / state

Heavy rain in Patan: પાટણ જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ યથાવત - પાટણ જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ યથાવત

પાટણ શહેર સહિત જિલ્લામાં આજે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. ભારે પવનો અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીઓ વેઠવી પડી હતી. વરસાદને પગલે ખેતીના પાકોમાં ભારે નુકસાન થવાની ભીતિને લઈને ખેડૂત આલમ ચિંતિત બન્યો છે. પાટણ પંથકમાં વીજળી પડવાથી ખેડૂત અને ભેંસનું મોત થયું છે.

heavy-rain-in-patan-district-and-rural-areas

author img

By

Published : Apr 30, 2023, 10:24 PM IST

Updated : Apr 30, 2023, 10:47 PM IST

પાટણ જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ યથાવત

પાટણ: હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. જેને પગલે પાટણ શહેર સહિત જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અષાઢી માહોલ સર્જાયો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. સવારે તડકો અને બપોર બાદ વાતાવરણમાં પલટો આવે છે. આજે બપોર બાદ આકાશમાં કાળા ડિબાગ વાદળો ધસી આવ્યા આવ્યા હતા અને ભારે પવનો સાથે એકાએક ધોધમાર વરસાદી ઝાપટું પડતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા. પાટણ પંથકમાં વીજળી પડવાથી ખેડૂત અને ભેંસનું મોત થયું છે.

વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી

લોકોને હાલાકી: વરસાદને પગલે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકીઓ વેઠવી પડી હતી વરસાદી પાણી માર્ગો ઉપર રેલાતા ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. શહેરના રેલવે પ્રથમ ઘરનાળા પાસે, કોલેજ અન્ડર પાસ સહિતના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. રસાદને પગલે ખેતીના પાકોમાં ભારે નુકસાન થવાની ભીતિને લઈને ખેડૂત આલમ ચિંતિત બન્યો છે.

એક વ્યક્તિનું મોત: જિલ્લામાં કમોસમી વરસાદ અને ગાજવીજના પગલે વીજળી પડવાના કારણે વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. બે દિવસ પૂર્વે પાટણની રાણીની વાવ સંકુલમાં વીજળી પડતા એક પ્રવાસીનું મૃત્યુ નીપજ્યું હતું. આજે વીજળી પડવાથી વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. પાટણ તાલુકાના ચડાસણા ગામે સાંજના સુમારે ખેતરમાં રબારી ઈશ્વરભાઈ કામ કરી રહ્યા હતા તે દરમિયાન મેઘ ગર્જના સાથે તેજ લિસોટા સાથે વીજળી પડતા આંખના પલકારામાં ખેડૂત જમીન ઉપર પટકાયા હતા.

વીજળી પડતા ભેંસનું મોત: ખેતરમાં ભેસ ઉપર પણ વીજળી પડતા તેનું પણ મોત નીપજ્યું હતું. આસપાસના ખેતરોમાંથી લોકો દોડી આવ્યા હતા અને જમીન ઉપર પડેલા ખેડૂતને તાત્કાલિક સારવાર થઈ ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. વીજળી પડવાથી ચડાસણા ગામે ખેડૂત અને પશુનું મોત થયું હોવાની જાણ થતા ગામના તલાટી કમ મંત્રીએ આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરી હતી

જિલ્લામાં સાર્વત્રિક કમોસમી વરસાદ: પાટણ શહેર સહીત જિલ્લામાં ભર ઉનાળે વરસાદી વાતાવરણ જામ્યું છે. સિદ્ધપુર, ચાણસ્મા, રાધનપુર સાંતલપુર અને સમીર પંથકમાં પણ વરસાદી વાતાવરણ છવાયું હતું અને ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા હતા. કમોસમી વરસાદને પગલે ખેતી પાકોમાં ભારે નુકસાન થવાની ભીતિને લઈને ખેડૂત આલમ ચિંતા જોવા મળી છે.

આ પણ વાંચો Unseasonal Rain: કામરેજમાં માવઠાએ ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા

પાણી ભરાઈ રહેવાની સમસ્યા યથાવત: પાટણ શહેર મા દર ચોમાસામાં નીચાણવાળા જે વિસ્તારોમાં પાણી ભરાય છે તે વિસ્તારોમાં પાણી ભરાઈ રહેવાની સ્થિતિ યથાવત જોવા મળી હતી. સામાન્ય વરસાદમાં પણ રેલ્વે નાળુ કોલેજ અન્ડરબ્રીજ સહિત બુકડી મીરા દરવાજા સાલવીવાડો, નવજીવન ચાર રસ્તા જિલ્લા અદાલત માર્ગ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતા આ વિસ્તારમાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોને મુશ્કેલીઓ વેચવી પડી હતી.

આ પણ વાંચો Gujarat Weather : પોરબંદરમાં વરસાદી વાતાવરણ ખીલ્યુ પણ પાકમાં નુકસાનની ભીતિ

Last Updated : Apr 30, 2023, 10:47 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.