ETV Bharat / state

Gujarat Assembly Election 2022 : પાટણ વિધાનસભા બેઠક કોંગ્રેસ જાળવી રાખશે કે પછી ભાજપ બાજી મારશે?

2022નું વર્ષ વિધાનસભાની ચૂંટણીનું 2022 (Gujarat Assembly Election 2022) વર્ષ છે. આ તકે ETV Bharat આપને ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો વિશે માહિતી આપી રહ્યું છે. ગુજરાતની કઈ વિધાનસભા બેઠકોનું શું મહત્વ છે ? કઈ બેઠક પરથી કોણ VIP ઉમેદવાર છે ? જેતે બેઠકને કઇ રીતે ઓળખવામાં આવે છે? આવી તમામ માહિતી અમારી આ સીરિઝમાં જાણવા મળશે. તો જાણો આજે પાટણ બેઠક (Patan assembly seat) વિશે જે પાટીદાર અને ઠાકોર સમાજને લઇ મહત્ત્વની છે.

Gujarat Assembly Election 2022 : પાટણ વિધાનસભા બેઠક કોંગ્રેસ જાળવી રાખશે કે પછી ભાજપ બાજી મારશે?
Gujarat Assembly Election 2022 : પાટણ વિધાનસભા બેઠક કોંગ્રેસ જાળવી રાખશે કે પછી ભાજપ બાજી મારશે?
author img

By

Published : Apr 20, 2022, 6:01 AM IST

પાટણઃ આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ (Gujarat Assembly Election 2022) યોજવાના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે ઠાકોર અને પાટીદાર સમાજના પ્રભુત્વવાળી પાટણ વિધાનસભાની બેઠક (Patan assembly seat) જીતવા રાજકીય પક્ષો દ્વારા અત્યારથી જ કવાયત (Election 2022)હાથ ધરવામાં આવી છે. બક્ષીપંચ સમાજની બહુમતીવાળી ગણાતી આ બેઠક ઉપર અત્યાર સુધી ઠાકોર, પાટીદાર અને રબારી ઉમેદવારો વિજયી બનેલા છે. વર્તમાન ધારાસભ્ય પણ પાટીદાર સમાજના છે. ત્યારે આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat election 2022 )ભાજપ અને કોંગ્રેસ કયા સમાજના ઉમેદવારને ટિકીટ આપે છે તેના ઉપર મીટ મંડાઇ છે. 2002થી 2017 સુધી આ બેઠક પર પાટીદાર ઉમેદવારો વિજયી બન્યા છે.

પાટણ વિધાનસભા બેઠકમાં 110 ગામડાઓનો સમાવેશ - ઐતિહાસિક નગરી પાટણ વિધાનસભામાં (Patan assembly seat)પાટણ શહેર સહિત પંથકના 110 ગામડાઓનો સમાવેશ થાય છે જેમાં તારીખ 5 /1/ 2022 સુધીની છેલ્લી પ્રસિદ્ધ થયેલ મતદાર યાદી મુજબ 1,56,595 પુરુષ, 146267 સ્ત્રી,12 અન્ય મતદારો મળી કુલ 3,028,74 મતદારો નોંધાયેલા છે. જ્ઞાતિ મુજબ મતદારોનું સમીકરણ જોતાં પાટણ બેઠક ઉપર સૌથી વધુ ઠાકોર સમાજના 65 હજાર, 40 હજાર પટેલ, 30 હજાર દલિત, 22 હજાર માલધારી,17 હજાર મુસ્લિમ,14 હજાર પ્રજાપતિ,12 હજાર દેવીપૂજક સમાજના મતદારો ઉપરાંત નાના સમાજના મતદારોનો સમાવેશ થાય છે. આ બેઠક ઉપર વર્ષોથી ઠાકોર અને પાટીદાર સમાજના મતદારોનો દબદબો રહ્યો છે.

પાટણ વિધાનસભા બેઠકનો ઇતિહાસ -વર્ષ 2002ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર આનંદીબેન પટેલને 49755 મત મળ્યા હતા. જયારે હરીફ કોંગ્રેસના ઉમેદવાર કાંતિલાલ નાનાલાલ પટેલને 46173 મતો મળ્યા હતાં. જેમાં 3582 મતે ભાજપના આનંદીબેન પટેલનો વિજય (Anandiben Patel Seat)થયો હતો. વિજય બાદ આનંદીબેન પટેલ માર્ગ મકાન અને શિક્ષણપ્રધાન બન્યા હતાં અને વિધાનસભા મતવિસ્તાર સહિત જિલ્લાના વિકાસને વેગવંતો બનાવ્યો હતો. જેના કારણે વર્ષ 2007માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં વિસ્તારના મતદારોએ આનંદીબેન પટેલને ખોબલેખોબલે મતો આપ્યા હતાં. જેના કારણે ખરીફ કોંગ્રેસના ઉમેદવાર કાંતિલાલ નાનાલાલ પટેલ સામે આનંદીબેન પટેલનો 6004 મતે ફરીથી વિજય થયો હતો. સતત બે ટર્મ પાટણ બેઠક (Patan assembly seat)પરથી વિજયી બની પ્રધાનમંડળમાં શિક્ષણપ્રધાન, મહેસૂલપ્રધાન અને માર્ગ-મકાનપ્રધાન જેવા મહત્ત્વના હોદ્દાઓ સંભાળ્યા હતાં.

પાટણ ઐતિહાસિક નગરી તરીકે અનેક ખાસિયતો ધરાવે છે

પાટણનો વિકાસ - પાટણ મતવિસ્તારમાં રોડ રસ્તા ગટર નવીન શૈક્ષણિક સંસ્થાઓ આંગણવાડીઓ મેડિકલ ક્ષેત્રે નોંધપાત્ર ગ્રાન્ટ ફાળવી જિલ્લા મથક પાટણ સહિત ગ્રામ્ય વિસ્તારની કાયાપલટ કરી હતી. જેમાં કેટલાક ગામો તેમણે દત્તક પણ લીધા હતાં. જેઓના વિકાસલક્ષી કાર્યો થકી આજે પાટણ રાજ્યના મહત્વના શહેરોમાં સ્થાન મેળવી વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. ત્યારબાદ વર્ષ 2012માં આ બેઠક ઉપર ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં ભાજપના રણછોડ દેસાઈનો 5782 મતે વિજય થયો હતો. તો વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2017) કોંગ્રેસે પાટીદાર ઉમેદવારને ટિકીટ આપતાં પાટીદાર ફેક્ટરને કારણે આ બેઠક કોંગ્રેસના ફાળે ગઈ હતી.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : મહેસાણાની વિસનગર વિધાનસભા બેઠક જ્યાં પાટીદારોએ ભાજપને હંમેશા વધાવ્યો ત્યાં આ વખતે નવાજૂની થશે?

2012માં આ બેઠક પર ત્રિપાંખીયો ચૂંટણી જંગ ખેલાયો હતો- વર્ષ 2012મા યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કુલ 16 ઉમેદવારોએ પાટણ વિધાનસભા બેઠકમાં (Patan assembly seat) ઉમેદવારી નોંધાવી હતી. જેમાં કોંગ્રેસના જોગાજી ઠાકોર ,ભાજપના રણછોડ દેસાઈ અને કોંગ્રેસના બળવાખોર નેતા કાનજી દેસાઇએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ત્રિપાંખિયો ચૂંટણી જંગ ખેલાયો હતો. આ ચૂંટણીમાં 163632નું કુલ મતદાન થયું હતું. જેમાં કોંગ્રેસના ઉમેદવારને 61353 મત મળ્યા હતાં. અપક્ષ ઉમેદવાર કાનજી દેસાઈને 17110 મળ્યા હતાં જ્યારે ભાજપના રણછોડ દેસાઈને 67224 મત મળતા 5781 મતે રણછોડ દેસાઈનો વિજય થયો હતો. કોંગ્રેસે ટિકિટ ન આપતા પક્ષથી નારાજ થઈને પક્ષ સામે બળવો કરી પાટણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કાનજી દેસાઈએ અપક્ષ ઉમેદવારી નોંધાવીને 17110 મતો મેળવી કોંગ્રેસને સીધો ફટકો આપ્યો હતો.

પાટણના લોકોની આ માગણીઓ ઉમેદવારો માટે મહત્ત્વની છે

પાટણ વિધાનસભા બેઠકની ઓળખ - મહેસાણામાંથી અલગ થઈ અસ્તિત્વમાં આવેલ પાટણ જિલ્લાના અને તાલુકામથક પાટણની ગણના પછાત તાલુકાઓ તરીકે થતી હતી. પરંતુ ધીમે-ધીમે વિવિધ કચેરીઓ, બહુમાળી ભવનો,ધારપુર મેડિકલ કોલેજ અને હોસ્પીટલ બનતા વિસ્તારનો વિકાસ થઈ રહ્યો છે. પરંતુ ઔદ્યોગિક ક્ષેત્રે હજુ પાટણ તાલુકો પછાત છે. જીઆઇડીસીની માગણી છેલ્લા કેટલાય સમયથી અધ્ધરતાલ છે. તો ખેતીવાડી ઉપર નિર્ભર આ તાલુકામાં નર્મદા અને સુજલામ સુફલામ કેનાલ આવેલી છે પરંતુ નિયમિત રીતે પાણી છોડવામાં નહીં આવતા તેની સીધી અસર ખેતીના પાકો ઉપર પડે છે. છાશવારે ખેડૂતો દ્વારા કેનાલોમાં પાણી છોડવાની માગણી કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ Gujarat Election 2022 : સુરતની વરાછા બેઠક જે પાટીદારોના બળે આપનું જોર વધારનારી બની ગઈ, જાણો તેની વિશેષતા

પાટણની પ્રભુતા - વિશ્વ ફલક ઉપર ચમકેલી રાણીની વાવ અને પાટણના પટોળાએ વિશ્વમાં પાટણનું નામ ગૌરવવંતુ બનાવ્યું છે. રાણીની વાવ અને પટોળાની સાથે સાથે પાટણ શહેરના દેવડા ગાજર અને રેવડી પણ ગુજરાત સહિત ભારતમાં પ્રસિદ્ધ છે. પાટણનું ગાજર ગુજરાત ઉપરાંત દેશના અનેક રાજ્યોમાં વખણાય છે. તો દેવડાની મીઠાઈ પણ એટલી જ લોકપ્રિય છે. તો ગોળ અને તલમાંથી બનતી રેવડી પણ એટલી જ લોકપ્રિય છે. બહારથી આવતા લોકો પાટણના દેવડા અને રેવડી અચૂક ખરીદે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપિયા 100ની ચલણી નોટ પર રાણીની વાવનું ચિત્ર અંકિત કરતા દેશવિદેશમાં પાટણની પ્રભુતા ઉજાગર થઈ છે.

વિધાનસભા ચૂંટણી 2017માં ભાજપે પછડાટ ખાધી હતી

2017માં પાટીદાર ફેક્ટરનો લાભ કોંગ્રેસને મળ્યો - પાટણ વિધાનસભાની બેઠક (Patan assembly seat) પર આનંદીબેન પટેલ બે ટર્મ સુધી સતત વિજયી બન્યા બાદ ભાજપનો ગઢ ગણાતો હતો. પરંતુ પાટીદાર અનામત આંદોલનને (Patidar Andolan ) કારણે ભાજપની પરંપરાગત વોટબેંક ગણાતા પાટીદારોમાં ભાગલા પડતાં આ બેઠક અસલામત બની હતી. જેનો લાભ ઉઠાવતાં કોંગ્રેસ દ્વારા પાટણના જાણીતા શિક્ષણવિદ અને લો કોલેજના પ્રોફેસર એવા ડો. કિરીટ પટેલને ચૂંટણી જંગમાં ઉતારી ભાજપ પાસેથી ઘણા વર્ષો બાદ આ બેઠક કબજે કરવામાં સફળતા મેળવી હતી. વર્ષ 2017ના ચૂંટણી (Gujarat Assembly Election 2017) પરિણામો જોઈએ તો 190878નું કુલ મતદાન થયું હતું. જેમાંથી ભાજપના રણછોડ દેસાઈને 77994 મત મળ્યા હતાં. જ્યારે કોંગ્રેસના ડોક્ટર કિરીટ પટેલને 103273 મત મળતાં 25279 મતે ડો.કિરીટ પટેલનો ભવ્ય વિજય થયો હતો.

પાટણ બેઠકની ડેમોગ્રાફી
પાટણ બેઠકની ડેમોગ્રાફી

એક્ટિવ ધારાસભ્ય તરીકેની આગવી ઓળખ ઉભી કરી - પાટણ વિધાનસભા બેઠક (Patan assembly seat)ઉપર આટલી જંગી લીડથી પ્રથમ વખત જ કોઇ ઉમેદવાર વિજય મળ્યાં હતાં. ચૂંટાયા બાદ ડોક્ટર કિરીટ પટેલે (Doctor Kirit Patel Seat )સતત આ મત વિસ્તારમાં ફરતાં રહી લોકોની સમસ્યાઓ તેમજ તમામ સમાજના લોકો સાથે સુમેળભર્યા સંબંધો રાખી એક્ટિવ ધારાસભ્ય તરીકેની આગવી ઓળખ ઉભી કરી છે. વિધાનસભા સત્રમાં પણ ડોક્ટર કિરીટ પટેલે પાટણ વિધાનસભા મત વિસ્તાર ઉપરાંત રાજ્યના ખેડૂતો વિદ્યાર્થીઓ બેરોજગારો માટે રજૂઆતો કરતાં બોલકણા ધારાસભ્ય તરીકેનું બિરુદ પણ મેળવ્યું છે. તેઓની સ્પષ્ટ અને તર્કસંગત દલીલોને કારણે વિધાનસભાના અધ્યક્ષે પણ તેઓની નોંધ લીધી છે.

પાટણ બેઠકની હાલની પરિસ્થિતિ -પાટણ વિધાનસભા બેઠક (Patan assembly seat)છેલ્લા કેટલાક સમયથી ભાજપનો ગઢ બની હતી. પરંતુ પાટીદાર ફેકટરને કારણે ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પાટીદાર ડો.કિરીટ પટેલને ટિકિટ આપ્યા બાદ તેઓ જંગી બહુમતીથી ચૂંટાયા છે. ડો. કિરીટ પટેલે ચૂંટાયા બાદ મતવિસ્તારમાં કોંગ્રેસને ધમધમતી રાખી મતદારો સાથે સીધા સંપર્કો બનાવી રાખ્યા છે. જેના કારણે તેઓએ ભારે લોકપ્રિયતા મેળવી છે. આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) કોંગ્રેસ પક્ષ તરફથી પુનઃ તેઓને જ ટિકિટ (Doctor Kirit Patel Seat )આપવામાં આવનાર હોવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે.

ભાજપે તનતોડ મહેનત શરુ કરી છે - જ્યારે આ બેઠક (Patan assembly seat) જીતવા ભાજપ મોવડી મંડળ પણ તનતોડ મહેનત કરી રણનીતિ ઘડી રહ્યું છે. જોકે ભાજપ દ્વારા હજુ સુધી કોઈ ઉમેદવારના સગડ દેવાયાં નથી પરંતુ સ્થાનિક અને બહારના અનેક ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. તો બીજી તરફ સંઘના કર્મઠ આગેવાનને આ બેઠક ઉપર ટિકિટ આપી કોંગ્રેસ પાસે રહેલી બેઠક આંચકી લેવા રણનીતિ ઘડાઈ રહી હોવાનું પણ ચર્ચાય છે. ત્યારે આ બેઠક સાચવવામાં (Gujarat Assembly Election 2022) કોંગ્રેસ સફળ રહેશે કે ભાજપ બાજી મારશે તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.