પાટણ : જિલ્લાની ચાર વિધાનસભા બેઠકો પૈકી બેમાં કોંગ્રેસ અને બેમાં ભાજપ (Patan assembly seat) વિજયી બની છે . પાટણ અને ચાણસ્મા બેઠક કોંગ્રેસને ફાળે ગઈ છે. જ્યારે સિધ્ધપુર અને રાધનપુર બેઠક ભાજપને ફાળે આવી છે. ભાજપે કોંગ્રેસ પાસેથી સિધ્ધપુર અને રાધનપુરની બેઠક આંચકી લીધી છે. જ્યારે કોંગ્રેસે ચાણસ્મા બેઠક પર વિજય મેળવ્યો છે. (Patan Assembly Candidate)
પાટણમાં મતગણતરી પાટણ નજીક આવેલા કતપુર એન્જીનીયરીંગ કોલેજમાં ચારે વિધાનસભા બેઠકોની મતગણતરી હાથ ધરાઇ હતી. પ્રથમ બેલેટ પોસ્ટલ મતો અને ત્યારબાદ EVM મશીનોની ગણતરી શરૂ થઇ હતી. પાટણ બેઠક પર મતગણતરીની શરૂઆતના પ્રથમ રાઉન્ડથી કોંગ્રેસના ડો.કિરીટ પટેલ સરસાઈ મેળવતા ગયા હતા. 23 રાઉન્ડના અંતે તેઓને 1,02,166 મત મળ્યા હતા. જ્યારે તેમના હરીફ ભાજપના રાજુલ દેસાઇને 85,765 મત મળ્યા હતા. જેમાં કોંગ્રેસના ડો. કિરીટ સી. પટેલનો 16,401 મતોથી જ્વલંત વિજય થયો હતો. (Patan won 4 assembly seats)
સિદ્ધપુરમાં અન્ય પક્ષ નડ્યા સિધ્ધપુરની પ્રતિષ્ઠાભરી બેઠક પર કોંગ્રેસના ઠાકોર ચંદનજી તલાજીને 88,112 મત અને પ્રતિસ્પર્ધી ભાજપના બલવંતસિંહ રાજપૂતને 90,871 મત મળ્યા હતા. જેમાં ભાજપના બલવંતસિંહ રાજપૂતનો 2729 મતે વિજય થયો હતો. આ બેઠક પર આપ, મીમ અને અપક્ષોએ કોંગ્રેસની બાજી બગાડતા કોંગ્રેસના ગઢ સમાન આ બેઠક આ વખત ગુમાવવી પડી હતી. (Counting of votes in Patan)
રઘુ દેસાઈને 81405 મત મળ્યા રાધનપુર બેઠક પર કોંગ્રેસે વર્તમાન ધારાસભ્ય રઘુ દેસાઇને ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેઓ સફળ થયા ન હતા અને માત્ર 81,405 મત મેળવી શક્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર લવીંગજી ઠાકોરને 1,03,925 મત મળતા તેઓને 22,520 મતથી ભવ્ય વિજય થયો હતો.
આ બેઠક પર ત્રિપાંખીયો જંગ ચાણસ્મા બેઠક પર ત્રિપાંખીયો જંગ જામ્યો હતો. જેમાં ભાજપના પૂર્વ કેબિનેટ પ્રધાન દિલીપકુમાર ઠાકોરને 84,253 અને કોંગ્રેસના ઉમેદવાર ઠાકોર દિનેશને 85,217 મત મળ્યા હતા. મતગણતરી દરમિયાન અનેક ચડાવ ઉતાર અને કશ્મકશભર્યા જંગ વચ્ચે મતગણતરીના અંતે કોંગ્રેસના ઠાકોર દિનેશજીનો 964 મતથી વિજય થયો હતો. આ બેઠક પર આપના ઉમેદવાર વિષ્ણુ પટેલે 7289 મત મેળવતા અપસેટ સર્જાયો હતો. જેને લઈને ભાજપના ગઢ સમાન આ બેઠક ગુમાવવી પડી હતી. (Gujarat Assembly Election 2022)