● ટાંકવાસણા ગામે સમરસ ગ્રામ પંચાયતની પરંપરા જાળવી રાખી
● સંપ ત્યાં જંપની ઉક્તિને ગામ લોકો કરી રહ્યા છે સાર્થક
● ગામલોકોએ ચાલુ વર્ષે ગામના શિક્ષિત યુવાનને બનાવ્યો સરપંચ
પાટણ: જિલ્લાના સરસ્વતી તાલુકાનું ટાંક વાસણા ગામ માત્ર 700 થી 800ની વસ્તી ધરાવતું અને 506 મતદારો ધરાવતું ગામ છે. આ ખોબા જેવડું નાનકડું ગામ તેની એક આગવી પરંપરા થકી સમગ્ર જિલ્લામાં આદર્શ અને સમસર ગામ તરીકે તેની ઓળખાણ છે. કારણ કે, દેશમાં 243 પંચાયતી રાજના અમલ (Gram Panchayat Election 2021) પછી આ ગામમાં ક્યારેય ગ્રામ પંચાયતની ચૂંટણીઓ થઈ નથી.
ટાંકવાસણા ગામે સમરસ ગ્રામ પંચાયતની પરંપરા જાળવી રાખી
ટાંક વાસણા ગામમાં ઠાકોર, રબારી અને દેવીપૂજક સમાજના લોકોનો વસવાટ છે, ત્યારે આ નાનકડા ગામમાં ભાઈચારો અને એકતા થકી ગામ લોકો પોતાની પસંદગીનો ઉમેદવાર ચૂંટી ગામમાં સમરસતા જાળવી રાખવામાં આવી છે. હાલ ચાલુ દરમિયાન આ વર્ષે ગ્રામ પંચાયતોની ચૂંટણી (Gram Panchayat Election) સમગ્ર રાજ્યમાં થઈ રહી છે, જ્યારે આ ગામે પોતાની વર્ષો જૂની પરંપરાને આજે પણ જાળવી (Maintain Tradition) રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ગામલોકોએ ભેગા મળીને પોતાની પસંદગીનો ઉમેદવાર સરપંચ તરીકે નક્કી કરી ગામને સરસ બનાવામાં આવ્યું છે. ગામના પૂર્વ સરપંચ ઝવેરભાઈ આ વિશે જણાવે છે કે, તેમને 70 - 72 વર્ષ થયાં પણ તેઓએ ગામમાં ચૂંટણી જોઈ નથી.
આ પણ વાંચો: EVM મશીનના અભાવને કારણે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ બેલેટ પેપરથી યોજાશે
કોરોના રસીકરણમાં મામલે ગ્રામ લોકોએ જાગૃતિ રાખી
ગામની સુવિધાની વાત કરીએ તો ગામમાં એક થી આઠ ધોરણ સુધીની પ્રાથમિક શાળા, આંગણવાડી, દૂધ મંડળી, જાહેર સૌચાલય તેમજ ઘેર-ઘેર શૌચાલયની સુવિધા જોવા મળે છે અને સરકારની આવાસ યોજનાનો અમલ (Implement of government's housing scheme) અને ગામમાં રોડ રસ્તા સહિત બ્લોક પેવરનું કામ પણ કરવામાં આવ્યું છે. આ સાથે કોરોના રસીકરણ (COVID-19 vaccine Vaccine) મામલે ગામવાસીઓએ જાગૃત બની રસીના બન્ને ડોઝમાં 97 ટકાની કામગીરી કરી ગામને સુરક્ષિત કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Gram Panchayat elections 2021: રાજ્યના 10 હજાર ગામડાઓમાંથી 30,000થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા
ગામે આજ દિન સુધી કોર્ટનું પગથિયું જોયું નથી
ટાંકવાસણા ગામની બીજી ખાસિયત એ છે કે, આ ગામે કોર્ટનું પગથિયું આજ દિન સુધી જોયું નથી. ગામના નાના મોટા ઝઘડાનું નિરાકરણ ગ્રામ્યકક્ષાએ જ કરવામાં આવે છે અને ગામના વિકાસ અને સરકારની યોજનાઓના અમલીકરણ માટે આ વખતે ગામલોકો દ્વારા શિક્ષિત યુવાનની સરપંચ તરીકે પસંદગી કરવામાં આવી છે. ટાંકવાસણા ગામના નવનિયુક્ત નિમાયેલ યુવા સરપંચ ભરતજી ઠાકોર પણ ગામની આ પરંપરાને આગામી સમયમાં પણ જાળવી રાખી ગામને વિકાસશીલ બનાવી ગામની આગવી ઓળખ ઉભી કરવા તત્પરતા વ્યક્ત કરવામાં આવી છે.