- 28 ફેબ્રુઆરીએ યોજાશે સ્થાનિક સ્વરાજની ચૂંટણી
- પાટણ જિલ્લા પંચાયત માટે બે ફોર્મ ભરાયા
- 9 તાલુકાઓ માટે 6 ફોર્મ ભરાયા
પાટણઃ જિલ્લા પંચાયત, 9 તાલુકા પંચાયત અને પાટણ, સિધ્ધપુર નગરપાલિકાની આગામી તારિખ 28 મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાનારી છે. જેનું જાહેરનામું બહાર પડતાં જ ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો ફોર્મ મેળવી ઉમેદવારી ફોર્મ ભરી રહ્યા છે.
જિલ્લા પંચાયત માટે ફોર્મ ભરાવાનું ચાલું
જિલ્લા પંચાયત માટે સોમવારે એક ફોર્મ ભરાયા બાદ મંગળવારે બીજુ ફોર્મ પણ ભરાયું છે. તો 9 તાલુકા પંચાયત પૈકી સિધ્ધપુરમાં 3, હારીજમાં 1, સમીમાં 2 મળી કુલ 6 ફોર્મ ભરાયા છે. જ્યારે સિદ્ધપુર નગરપાલિકા માટે 5 ફોર્મ ભરાયા છે.
![પાટણમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે અત્યાર સુધીમાં 13 ફોર્મ ભરાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-01-13formswerefilledforlocalbodyelectionsinpatan-photostory-gj10046_09022021200812_0902f_1612881492_674.jpg)
પાટણ નગરપાલિકામાં 363 ઉમેદવારી ફોર્મ વિતરણ
જાહેરનામાના બીજા દિવસે પાટણ નગરપાલિકા માટે મંગળવારે એકપણ ઉમેદવારી ફોર્મ પરત આવ્યું નથી. મંગળવારે 69 ફોર્મ વિતરણ થતાં બે દિવસમાં કુલ 363 ઉમેદવારી ફોર્મ વિતરણ થયા છે.