ETV Bharat / state

કોંગ્રેસના ગઢમાં ગાબડું: વોર્ડ નંબર 10ના કોંગ્રેસના પૂર્વ મહિલા કોર્પોરેટર ભાજપમાં જોડાયા - પાટણ ભાજપ

પાટણ શહેરના વોર્ડ નંબર 10ના કોંગ્રેસના પૂર્વ મહિલા કોર્પોરેટર આજે રવિવારે વિધિવત રીતે કોંગ્રેસનો છેડો ફાડી ભાજપમાં જોડાયા હતા. ભાજપ પ્રમુખે તેમને ખેસ પહેરાવી આવકાર્યા હતા, તો બીજી તરફ અનુસૂચિત જાતિ અને લઘુમતિ સમાજના મતદારોનું પ્રભુત્વ ધરાવતા વોર્ડ નંબર 10ના મહિલા કોર્પોરેટર ભાજપમાં જોડાતા કોંગ્રેસના ગઢમાં ગાબડું પડયું છે.

ETV BHARAT
વોર્ડ નંબર 10ના કોંગ્રેસના પૂર્વ મહિલા કોર્પોરેટર ભાજપમાં જોડાયા
author img

By

Published : Jan 24, 2021, 9:44 PM IST

  • કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર ભાજપમાં જોડાયા
  • અનુસૂચિત જાતિ અને લઘુમતિ સમાજના કાઉન્સિલરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા
  • કોંગ્રેસની આવી નીતિને કારણે પૂર્વ મહિલા કોર્પોરેટર ભાજપમાં જોડાયા
    વોર્ડ નંબર 10ના કોંગ્રેસના પૂર્વ મહિલા કોર્પોરેટર ભાજપમાં જોડાયા

પાટણઃ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરી છે. જેને લઇ પાટણ શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો છે અને રાજકીય પાર્ટીના આગેવાનો દ્વારા ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે. વર્ષ 2015માં નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના પંજા ઉપર વોર્ડ નંબર 10 માંથી ચૂંટણી લડીને પૂર્ણ બહુમતિ સાથે વિજય બનેલા પીનલ સોલંકી આજે રવિવારે વિધિવત રીતે કોંગ્રેસ પક્ષનો છેડો ફાડી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. જેથી ભાજપ કાર્યાલય ખાતે કિનલ સોલંકીને મો મીઠું કરાવી આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે કિનલ સોલંકીના પતિ વિપુલ સોલંકીએ જણાવ્યું હતું કે, વર્ષ 2015માં જે રીતે નગરપાલિકામાં કોંગ્રેસે સ્પષ્ટ બહુમતી બની હતી, ત્યારે દરેકને સાથે લઈને ચાલવાની વાત કોંગ્રેસે કરી હતી પરંતુ અઢી વર્ષના કોંગ્રેસના શાસનમાં આંતરિક વિખવાદને કારણે 5 પ્રમુખો બદલાયા હતા અને સભ્યોએ અંદરોઅંદર એકબીજા ઉપર અવિશ્વાસની દરખાસ્ત કરી હતી. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા અનુસૂચિત જાતિના કાઉન્સીલરો અને લઘુમતિ સમાજની મહિલા કાઉન્સિલર યેનકેન પ્રકારે હેરાન પરેશાન કરી પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા. જેથી કોંગ્રેસની આવી નીતિઓને કારણે તે ભાજપમાં જોડાયા છે.

વોર્ડ નંબર 10માં અનુસૂચિત જાતિ અને લઘુમતિ સમાજના મતદારોનું પ્રભુત્વ

પાટણ શહેરના વોર્ડ નંબર 10માં અનુસૂચિત જાતિ અને લઘુમતિ સમાજના મતદારોનું પ્રભુત્વ વધારે છે, ત્યારે ચૂંટણીના સમયે કોંગ્રેસના પૂર્વ મહિલા કોર્પોરેટર ભાજપમાં જોડાતાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પડયું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.