ETV Bharat / state

પાટણ નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ મહિલા કોર્પોરેટરના યુવાન પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત - ACCIDENT NEWS IN PATAN

પાટણ નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ મહિલા કોર્પોરેટરના યુવાન પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત થતાં પરિવારજનોમાં શોક છવાયો ગયો હતો. તેમજ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

patan
patan
author img

By

Published : May 29, 2021, 12:33 PM IST

  • ઊંઝા હાઇવે પર હાસાપુર-ડુંગરીપુરા માર્ગ નજીક ગાડી ઝાડ સાથે અથડાતા સર્જાયો આકસ્માત
  • ગંભીર ઈજાઓ થતા યુવાનનું થયું મોત
  • મોતને પગલે પરિવારજનોમાં શોક છવાયો

પાટણ: નગરપાલિકાના પૂર્વ મહિલા કોર્પોરેટરના યુવાન પુત્રનું ગત મોડી રાત્રે ઊંઝા હાઇ-વે પર આવેલા હાસાપુર-ડુંગરીપુરા માર્ગ પર માર્ગ અકસ્માતમાં મોત થતાં સમગ્ર બાબતે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: વાપી નજીક નેશનલ હાઇવે પર 3 કાર વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

પાટણ નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ મહિલા કોર્પોરેટરના પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત

અકસ્માતના બનાવની મળતી હકીકત મુજબ, પાટણ નગરપાલિકાના કોગ્રેસના પૂર્વ મહિલા કોર્પોરેટર અને અંબાજી નેળીયા વિસ્તારમાં રહેતા જસીબેન સીતારામ ભાઈ પટેલનો 25 વર્ષીય પુત્ર વિશ્વ પટેલ શુક્રવારે રાત્રે સ્વીફ્ટ ડિઝાયર ગાડી નં જી જે 24 કે.3996 લઈને ઊંઝા હાઇવે પર આવેલા હાસાપુર-ડુંગરીપુરા માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન કોઈ અગમ્ય કારણોસર ગાડીનાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ગાડી રોડ સાઈડ આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાતા ગંભીર ઈજાઓના કારણે વિશ્વ પટેલ મોત થયું હતું.

ધટના સ્થળે સર્જાયા કરૂણ દ્રશ્યો

આ બનાવને પગલે હાઇ-વે પરથી પસાર થતાં વાહનચાલકો તેમજ ખેતરોમાં કામ કરતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતકના પરિવારજનોને અકસ્માતની જાણ કરતા તેઓ પણ ધટના સ્થળે દોડી આવતાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.

આ પણ વાંચો: પાલનપુરના રતનપુર પાસે ઇકો ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 2નાં મોત, 4ને ગંભીર ઇજા

બે બહેનોએ એકનો એક ભાઈ ગુમાવ્યો

આ અકસ્માતને પગલે પોલીસ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાટણ નગરપાલિકાના કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર જસીબેન સીતારામ ભાઈ પટેલનાં એકના એક યુવાન પુત્રનું માર્ગ અકસ્માતમાં મોત થતાં બે બહેનોએ પોતાના એકનાં એક ભાઇને ગુમાવ્યો હોઈ પરિવારજનોમા શોકની કાલિમા છવાઇ ગઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.