- પાટણ 24 કલાક માટે બન્યું કોરોનામુક્ત
- સોમવારે જિલ્લામાં માત્ર 7 કેસ નોંધાયા
- 10 મહિનામાં પ્રથમ વાર આવ્યું બન્યું
- પાટણમાં અત્યાર સુધી કોરોનાના 1283 કેસ
પાટણઃ શહેર સહિત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું હોવાથી સોમવારે માત્ર 7 કેસ નોંધાયા છે, જેને લઈ જિલ્લાવાસીઓએ હાશકારો અનુભવ્યો છે. છેલ્લા દસ મહિનાથી પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણના પોઝિટિવ કેસોની વધઘટ જોવા મળી રહી છે. જ્યારે સોમવારે પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણમા ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારે માત્ર 7 કેસ નોંધાયા છે, જેમાં પાટણ શહેરમાં કોરોના સંક્રમણના દસ મહિનામાં પ્રથમ વખત એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. પાટણ શહેરમાં અત્યાર સુધીમાં 1283 કેસ નોંધાયા છે.
સોમવારે પાટણમાં સૌથી વધારે સમી અને રાધનપુરમાં કોરોના કેસ નોંધાયા
પાટણ જિલ્લામાં સોમવારે સમી તાલુકાના રાફૂમાં 2 ,બાસપામાં એક, રાધનપુરમાં બે, ચાણસ્મા તાલુકાના જસલપુર અને સરસ્વતી તાલુકાના ભાટસણમાં એક-એક કેસ મળી કુલ 7 કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લાનો કુલ આંક 4018 પર પહોંચ્યો છે.