પાટણ: જનજાગૃતિ માટે જિલ્લા ખેતીવાડી વિભાગ (Department of Agriculture) દ્વારા પણ અભિયાન ચલાવી ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ચાલુ વર્ષે કેતનભાઇ વાઢેરે રાસાયણિક ખેતીને અલવિદા કહી પોતાની 35 વીઘા જમીનમાં પ્રાકૃતિક પદ્ધતિથી ચણાનું વાવેતર કર્યું (Planted chickpeas by natural method) છે.
કુદરતી રીતે ચણાની ખેતીમાં 10 હજારનો થયો ખર્ચ
રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળેલા કેતનભાઇ વાઢેરે આ બંને ખેતી વચ્ચેનો તફાવત જણાવતાં હતું કે, અગાઉ રાસાયણિક પદ્ધતિથી ચણાની ઉપજ મેળવવા બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓના છંટકાવમા રૂપિયા 50 હજાર જેટલો ખર્ચ થતો હતો તેની સામે પ્રાકૃતિક રીતે ખેતી કરવામાં 5 ઘણો ખર્ચ ઓછો થયો છે અને રૂપિયા 10 હજારના નજીવા ખર્ચમાં ચણાના પાકનું વાવેતર થયું છે.
આ પણ વાંચો: ઔષધીયગુણોથી સમૃધ્ધ હળદરની પ્રાકૃતિક ખેતી, વર્ષે રૂપિયા 8 લાખથી વધુનું ઉત્પાદન મેળવતા ખેડૂત
બ્રાસપાર્ટનું કારખાનું બંધ કરી ગાય આધારિત ખેતીનો અપનાવ્યો માર્ગ, જામનગરના યુવાનની પહેલ
જંતુનાશક દવાઓને બદલે વિવિધ વનસ્પતિઓનો અર્ગ બનાવી કર્યો છંટકાવ
પ્રાકૃતિક ખેતી દરમિયાન ઝેરી જંતુનાશક દવાઓના છંટકાવના બદલે ખેતરમાં જ ઉંગતી વિવિધ વનસ્પતિઓનો ઉપયોગ કરી તેનો અર્ગ બનાવી છંટકાવ કરવામાં આવ્યો છે. જેના કારણે પાકમાં થતી જીવાતો અને ઇયળનો ઉપદ્રવ થતો નથી. આ દેશી દવાની વાસથી જ આવી જીવાતો અને ઇયળોનો નાશ થાય છે.