ETV Bharat / state

Eid ul Fitr Celebration: પાટણમાં રમજાન ઈદની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી - Eid ul Fitr Celebration in Patan

પાટણ શહેર સહિત જીલ્લામાં શનિવારે ઇદુલ ફિત્રના પવિત્ર પર્વની ભાઇચારાની અનોખી ભાવના સાથે હર્ષોલ્લાસભેર શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી . મુસ્લિમોના મહાન પવિત્ર પર્વ રમઝાન માસના 29 રોઝા પૂર્ણ કર્યા બાદ શનિવારે ઇદની આનંદ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરાઇ હતી.

Eid ul Fitr Celebration: પાટણમાં રમજાન ઈદની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

author img

By

Published : Apr 22, 2023, 1:56 PM IST

Updated : Apr 22, 2023, 9:24 PM IST

પાટણમાં રમજાન ઈદની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

પાટણઃ સિધ્ધિ સરોવર પાસે આવેલ ઈદગાહ ખાતે મૌલાના અબ્દુલ કાદર નદવીએ ઇદની નમાઝ અદા કરાવી હતી. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ એકઠા થયા હતા. નમાઝ અદા કર્યા બાદ લોકોએ એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવી હતી. મૌલાના અબ્દુલ કાદર નદવીએ મુસ્લિમ સમાજને સંબોધતા જણાવ્યુ હતું કે, ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હજરત મોહમ્મદ સાહેબ, હજરત અલી અને સુફીસંતો એવા વલી અલ્લાહે બતાવેલા પ્યાર, મહોબ્બત અને અમન, શાંતિના રસ્તે ચાલી બંધુત્વની ભાવના વિકસાવી છે.

આ પણ વાંચોઃ Eid al fitr 2023: જ્યારે અમદાવાદ જામા મસ્જિદમાં સર્જાયો અદભૂત નજારો,

આ તકેદારી રાખીએઃ એકતાને કાયમ રાખી પવિત્ર રમઝાન ઇદના મહોબ્બતના પૈગામને સાચા અર્થમાં ચરિતાર્થ કરીએ અને આપણાથી કોઇને ખોટુ નુકશાન ન થાય તેની તકેદારી રાખીએ. પાટણ એ મહાન સુફી સંતો, વલીઓની ધરતી છે. આ સુફીસંતોના વંશજો એવા સાદાતે કિરામ, સૈયદો પાટણમાં વસવાટ કરે છે. સમાજ અને લોકોની સુધારણા માટેનું કર્તવ્ય અદા કરવા આગળ આવી ગુમરાહીથી બચાવી સાચી હિદાયત આપવા આહવાન કર્યુ હતું.

શુભેચ્છા પાઠવીઃ ઈદની નમાજ પૂર્ણ થયા બાદ ઈદગાહ ખાતે પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હેમંત તન્ના, ભરત ભાટિયા કોંગ્રેસ શહેર પ્રમુખ શંકરજી ઠાકોરે ઉપસ્થિત રહી મુસ્લિમ બિરાદરો ને ગળે મળી ઈદની મુબારકી પાઠવી હતી. મૌલાના ઈમરાને સલાતો સલામ પઢી દેશની પ્રગતિ, સમૃધ્ધિ, અમન, શાંતિ માટે દુવા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Eid-ul-Fitr: દેશભરની મસ્જિદોમાં ઈદની નમાઝ, પીએમ મોદીએ પણ કહ્યુ ઈદ મુબારક!

આગેવાનો જોડાયાઃ આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગેવાનો કાસમઅલી સૈયદ, ફારુક મનસુરી, કામીલહુશેન ફારુકી, ઇબ્રાહીમભાઇ મનસુરી, હુસૈનમીયા સૈયદ, દાઉદભાઇ કાજી, ખાનકાહે રીફાઇયાના આશીફભાઇ શેખ, ઇલ્મોદીન કાજી, હફીઝભાઇ ફારી, મોલાના તારીક, મોલાના ગુલામનબી સહિત મોટીસંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઉપસ્થિત રહી એક બીજાને ભેટી ખુશાલી વ્યકત કરી હતી.

એકતાના દર્શનઃ કેટલાક મુસ્લીમ બિરાદરોનાં ત્યાં હિન્દુ મિત્રોએ જઇ ઇદની મુબારકબાદી પાઠવી શીરખુરમાની લીજ્જત માણી હતી. આમ પાટણ શહેર સહિત જીલ્લામાં કોમી - એકતાના એખલાસભર્યા વાતાવરણમાં ઈદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રમજાન અને ઇદના પર્વને લઇ શહેરનાં મુસ્લીમ વિસ્તારો અને વિવિધ મસ્જિદ લાઇટ ડેકોરેશનથી ઝગમગી ઉઠયા હતા. સિધ્ધપુર, રાધનપુર, વારાહી, સાંતલપુર, એવાલ, ગોતરકાશરીફ, સમી, વડાવલી સિધાડા, હારીજ સહિત મુસ્લિમ વસ્તી ધરાવતા ગામોમાં પણ છંદની ભારે દબદબાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી .

Last Updated : Apr 22, 2023, 9:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.