● તબીબોએ દેખાવ કરી સુપ્રિટેન્ડેન્ટને આપ્યું આવેદનપત્ર
● એક વર્ષ થવા છતાં તબીબોને સાતમા પગાર પંચનો એરિયસ મળ્યું નથી
● માંગ નહીં સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી
પાટણ: કોરોનાકાળમાં ડોક્ટર્સ ભગવાનનું બીજુ રૂપ માનવામાં આવી રહ્યા છે પણ ડોક્ટર્સને યોગ્ય વળતર ન મળતા નાછૂટકે તેમને પ્રદર્શન કરવા પડે છે. પાટણની ધારપૂર હોસ્પિટલમાં તબીબી શિક્ષકોને છેલ્લા 10 વર્ષથી પોતાના મૂળભૂત હકો મળ્યા નથી જેથી તેમણે હાથ પર કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો હતો અને ધારપુર સુપ્રિટેન્ડેન્ટ આવેદનપત્ર આપ્યું હતું.
ડોક્ટર્સને કોઈ સરકારી લાભ મળ્યા નથી
જિલ્લાના ધારપુર હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને આવેદનપત્ર આપી તબીબોએ જણાવ્યું હતું કે ધારપુર મેડીકલ હોસ્પિટલ જીલ્લાની સૌથી મોટી હોસ્પિટલ છે . જેમાં છેલ્લા 8 થી 10 વર્ષના સમયગાળાથી હોસ્પિટલના ડોકટરો દર્દીઓને સેવા આપી રહ્યા છે. કોરોનાના કપરા સમયમાં પોતાની તેમજ પરીવારની ચિંતા કર્યા વગર રાત - દિવસ દર્દીઓની સેવા કરી રહ્યા છે. તેમ છતાં આ ડોકટરોને પોતાના હક્કો જેવા કે , સીપીએફ એકાઉન્ટ , ભવિષ્ય નીધિ તેમજ સાતમા પગારપંચનો લાભ સરકાર દ્વારા આપવામાં આવતો નથી. સરકારના 7 સપ્ટેમ્બર 2020ના ઠરાવ નંબર પ્રમાણે સાતમા પગાર પંચનું એરીયર્સ ફેબ્રુઆરી 2020 સુધીમાં ચૂકવી દેવાનું હતું. જેનો લાભ હજુ સુધી 90% ડોક્ટરને મળ્યો નથી.
![patan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ptn-02-doctorsatdharpurhospitalworeblackbandagestomeetthedemands-photostory-gj10046_06052021181004_0605f_1620304804_767.jpg)
આ પણ વાંચો : પાટણ નગરપાલિકા દ્વારા રૂપિયા 1ના ટોકન દરે શબવાહિની સેવા શરૂ કરાઈ
ગાંધીજીના માર્ગે આંદોલન કરવામાં આવશે
આજદિન સુધી ડોકટરોને સાતમા વેતન આયોગનું એરીયર્સ પણ ચુકવવામાં આવ્યું નથી તેમજ ભથ્થા જેવા કે એનપીએ , એચ.આર.એ. વગેરે પણ છઠ્ઠા વેતન આયોગ પ્રમાણે મળે છે . છે તેમજ મેડીકલ અને ટ્રાવેલ એલાઉન્સ પણ સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે..તો આ વિવિધ માંગો સ્વીકારવામાં નહિ આવે તો લઇ આગામી દિવસોમાં ગાંધીજીના માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.