ETV Bharat / state

ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે વધુ 70 બેડની કરાઇ વ્યવ્સથા, પાટણ કલેક્ટરે લીધી મુલાકાત - પાટણ કોરોના હોસ્પિટલ

પાટણ જિલ્લામાં વધી રહેલા કોવિડ-19ના દર્દીઓને સમયસર યોગ્ય સારવાર મળી રહે તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે વધુ 70 બેડ સાથેની આઈસોલેશન વ્યવસ્થા કરવામાં આવી છે. આ વ્યવસ્થાની જિલ્લા કલેક્ટર આનંદ પટેલે મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા હતા.

પાટણ કલેક્ટરે લીધી મુલાકાત
પાટણ કલેક્ટરે લીધી મુલાકાત
author img

By

Published : Jul 7, 2020, 6:10 PM IST

પાટણ: લોકલ ટ્રાન્સમિશનના કારણે પાટણ જિલ્લામાં વધી રહેલા કોવિડ-19ના દર્દીઓને સમયસર યોગ્ય સારવાર મળી રહે તે માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પ્રોએક્ટિવ કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે તૈયાર કરવામાં આવી રહેલી વધુ 70 બેડ સાથેની આઈસોલેશન વ્યવસ્થાની જિલ્લા કલેક્ટર આનંદ પટેલે મુલાકાત લઈ જરૂરી સુચનો કર્યા હતા.

ઉત્તર ગુજરાતની સૌપ્રથમ કોવિડ-19 ટેસ્ટ લેબ ધરાવતી અને જિલ્લાની મુખ્ય ડેડિકેટેડ કોવિડ-19 હોસ્પિટલ એવી ધારપુર જનરલ હોસ્પિટલ ખાતે હાલ 100 બૅડની વ્યવસ્થા છે. કોરોના વાઇરસના સંક્રમણના કારણે વધી રહેલા કોવિડ-19ના દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખી વધુ 70 બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

સાથે જ અગાઉ 45 દર્દીઓને ઉપલબ્ધ બનતી ઓક્સિજન વ્યવસ્થામાં પણ વધારો કરી વધુ 30 દર્દીઓને ક્રિટીકલ કંડિશનમાં ઓક્સિજનનો પુરવઠો આપી શકાશે. ટૂંક સમયમાં ધારપુર હોસ્પિટલ ખાતે 75 ઓક્સિજન ફેસિલિટી સાથેના કુલ 170 બેડ ઉપલબ્ધ બનશે. જેથી કોવિડ-19ના દર્દીઓને સમયસર જરૂરી સારવાર ઉપલબ્ધ કરાવી શકાય.

હોસ્પિટલ ખાતે 24 કલાક કાર્યરત કોરોના હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવામાં આવ્યું છે. ફોન નંબર 79905 39459 તથા 63510 35518 પર સંપર્ક કરી કોરોના વાઇરસને લગતી તમામ માહિતી તથા મદદ મેળવી શકાશે. ઉપરાંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા કોવિડ-19ના દર્દીઓના પરિવારજનો દર્દીની સ્થિતિ અંગે પૂછપરછ કરી શકશે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.