પાટણઃ કોરોના વાયરસને પગલે સર્જાયેલી પરિસ્થિતિમાં સરકારે સસ્તા અનાજની દુકાનો ઉપરથી કાર્ડ ધારકોને રાશનનો જથ્થો વિના મૂલ્યે આપવાની શરૂઆત કરી છે. ત્યારે બુધવારે પાટણ ખાતે કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોર મુલાકાત સમયે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિડીઓ કોન્ફરંન્સના માધ્યમથી યોજાયેલી કેબિનેટ બેઠકમાં વહીવટી તંત્રએ જિલ્લામાં રહેતા સાત હજાર જેટલા પરિવારોને અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જણાવતા આ મામલે પાટણ શહેર ના વોર્ડ નં.1 ના નગર સેવક મનોજ પટેલે સવાલો ઉઠાવ્યા છે અને જણાવ્યું કે જો વહીવટીતંત્રએ સાચેજ કાર્ડ વિહોણા લોકોને કીટ આપી હોય તો નામ સાથેની યાદી જાહેર કરવી જોઈએ. હાલમાં દરેક દુકાનો ઉપર બીપીએલ,અંત્યોદય,અને અન્નપૂર્ણા કાર્ડ ધારકોને રાશન આપવામાં આવી રહ્યુ છે. શહેરમાં કેટલાય કાર્ડવિહોણા પરિવારો રાશન માટે અટવાયા છે અને પૂછપરછ કરવા જતાં તેઓને કોઈ સાચી માહિતી મળતી નથી.
પાટણ વહીવટીતંત્ર દ્વારા અન્નબ્રહ્મ યોજના હેઠળ પરિવારોને કીટ વિતરણ સામે કોર્પોરેટરે સવાલ ઉઠાવ્યા - રેશનકાર્ડ
કોરોના વાઇરસને લઈ રાજ્ય સરકાર દ્વારા વિના મૂલ્યે રેશનકાર્ડ ધારકો અને રેશનકાર્ડ વિહોણા જરૂરિયાતમંદ લોકોને રાશન આપવાની જાહેરાત કરી વિતરણ શરૂ કર્યું છે. ત્યારે પાટણ ખાતે કેબિનેટ પ્રધાનની મુલાકાત સમયે જિલ્લા વહીવટી તંત્રએ જિલ્લામાં કાર્ડવિહોણા અન્ન બ્રહ્મ યોજના અંતર્ગત સાત હજાર જેટલા પરિવારોને કીટ આપી હોવાનું જણાવતા આ મામલે પાટણ શહેર વોર્ડ નંબર 1ના નગર સેવકે વહીવટી તંત્ર સામે સવાલો ઉઠાવતા મામલો ગરમાયો છે.