- પાટણમાં કોરોના કેસમાં થઈ રહ્યો છે ઘટાડો
- જિલ્લામાં કુલ પોઝિટિવ આંક 10496 પર
- પાટણ શહેરમાં પોઝિટિવ આંક 2894 પર
પાટણઃ શહેરમાં 24 કલાકમાં કોરોના સંક્રમણ ઘટ્યું છે અને નવા 5 પોઝિટિવ કેસો નોંધાતા લોકોએ રાહત અનુભવી છે. સોમવારે નોંધાયેલા 5 કેસ સાથે પાટણ શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2894 થઈ છે.
જિલ્લામાં કોરોના દર્દીઓનો આંક 10496 પર
પાટણ ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 2, ચાણસ્મા તાલુકામાં 2, રાધનપુર શહેરમા 3 અને તાલુકાના કમાલપુર ગામમાં 1, સિદ્ધપુર શહેરમા 1 અને તાલુકાના કનેસરમાં 1, સરસ્વતી તાલુકામાં 2 સમી તાલુકામાં 2 કેસ, સાંતલપુર શહેરમાં 3 અને તાલુકામાં 3 અને શંખેશ્વર નગરમાં 1 અને તાલુકાના સીપુરમાં 1કેસ નોંધાયા છે. પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 10 હજાર 496 ઉપર પહોંચ્યો છે.
1129 દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ
છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં 103 દર્દીઓ કોરોનાને હરાવી સ્વસ્થ થયા છે. અત્યારે જિલ્લામાં 1 હજાર 129 દર્દીઓ હોમ આઇસોલેશનમાં અને 146 દર્દીઓ અન્ય હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જિલ્લામાં છેલ્લા ચાર દિવસમાં કોરોનાથી 7 વ્યક્તિઓના મોત થયા છે. જિલ્લામાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 97 લોકોના મૃત્યુ નોંધાયેલા છે. પાટણની ધારપુર હોસ્પિટલમાં કોરોનાની સારવાર દરમિયાન સોમવારે ત્રણ દર્દીઓના મૃત્યુ થયા હતા. જેમા સરસ્વતી તાલુકાના સાપ્રા ગામની 55 વર્ષીય મહિલા,સરસ્વતી તાલુકાના ઘચેલી ગામના 50 વર્ષીય પુરુષ અને કુંણઘેર ગામના 65 વર્ષીય આધેડનું સારવાર દરમિયાન મોત થયુ છે. જિલ્લામા અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 97 થયો છે.