ETV Bharat / state

CM ગહેલોતેના ભાજપ પર પ્રહાર, મોઢવાડિયાએ રીબીન કાપી જનતા માટે હોસ્પિટલ મુક્કી ખુલ્લી - CM Ashok Gehlot on Gujarat tour

વિધાનસભાની ચૂંટણીને લઈને CM અશોક ગહેલોતે રાધનપુર (Congress meeting in Radhanpur) ખાતેથી ભાજપ પર તીખા પ્રહાર કર્યા હતા. તો બીજી તરફ MLA રઘુ દેસાઈ દ્વારા 22 કરોડના ખર્ચે તૈયાર કરેલ કેસર બા હોસ્પિટલનું લોકાર્પણ અર્જુન મોઢવાડિયાના હસ્તે રીબીન કાપીને કર્યું હતું. (Radhanpur Kesar Ba Hospital Launch)

CM ગહેલોતેના ભાજપ પર પ્રહાર, મોઢવાડિયાએ રીબીન કાપી જનતા માટે હોસ્પિટલ મુક્કી ખુલ્લી
CM ગહેલોતેના ભાજપ પર પ્રહાર, મોઢવાડિયાએ રીબીન કાપી જનતા માટે હોસ્પિટલ મુક્કી ખુલ્લી
author img

By

Published : Oct 18, 2022, 11:28 AM IST

પાટણ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત ગુજરાત પ્રવાસે (Congress meeting in Radhanpur) હતા. મુખ્યપ્રધાન અશોક ગેહલોત પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવી જાહેર સભાને સંબોધી હતી અને ગુજરાતમાં ડરની રાજનીતિ ચાલતી હોવાનો તીખો કટાક્ષ કરી ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તો બીજી તરફ ધારાસભ્ય રઘુ દેસાઈ દ્વારા કાર્યરત કરવામાં આવેલી નવીન હોસ્પિટલનું ઓનલાઇન લોકાર્પણ કર્યું હતું. (new hospital Launch in Patan)

રાધનપુરમાં CM અશોક ગહેલોતે સભા સંબોધી

કેસર બા સર્વોદય જનતા હોસ્પિટલ રાધનપુર મતવિસ્તારના લોકોને આરોગ્યલક્ષી સુવિધાઓ માટે બહાર ન જવું પડે તે માટે રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈ દ્વારા રૂપિયા 22 કરોડના ખર્ચે 200 બેડની નવીન કેસર બા સર્વોદય જનતા હોસ્પિટલ કાર્યરત કરી છે. જેનું વિધિવત્ રીતે ગઈકાલે ઓનલાઇન લોકાર્પણ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે કર્યું હતું. ત્યારબાદ વિધિવત રીતે પ્રદેશ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાના હસ્તે રીબીન કાપીને આ હોસ્પિટલ વિસ્તારના લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી. (CM Ashok Gehlot attacks BJP in Radhanpur)

રાધનપુરમાં કોંગ્રેસની સભા
રાધનપુરમાં કોંગ્રેસની સભા

રાજસ્થાના CMના આકરા પ્રહાર પોતાની માતાના નામ ઉપર રાધનપુર ખાતે કાર્યરત કરવામાં આવેલી હોસ્પિટલને લઈને અશોક ગહેલોતે રઘુ દેસાઈને અભિનંદન પાઠવ્યા હતા. વિશાળ જંગી જાહેર સભાને સંબોધતા અશોક ગેહલાતે જણાવ્યુ હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે જે દેશમાં ભય અને ડરનું વાતાવરણ ઊભું કર્યું છે. તેનાથી ડરીને ઉદ્યોગપતિઓ, વેપારીઓ અને લોકો ભારતીય જનતા પાર્ટીને મત આપે છે. જેના કારણે બીજેપીનો વિજય થાય છે. આમ આદમી પાર્ટી જુથની રાજનીતિ ખેલી રહી છે પણ અહીંયા તેમની દાળ નહિ ગળે. (Congress in Radhanpur)

વિના મૂલ્યે સારવાર આ પ્રસંગે ધારાસભ્ય રઘુ દેસાઈએ જણાવ્યું હતું કે, રાધનપુર, સમી, શંખેશ્વર તાલુકાના તમામ લોકોને આરોગ્યની સુવિધાઓ એક જ સ્થળેથી મળી રહે તે માટે આ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં તમામ લોકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે. આ વિસ્તારના 30000 પરિવારોને સ્વાસ્થ્ય કાર્ડ આપવામાં આવશે અને આ કાર્ડ થકી તમામ લોકોની આરોગ્ય લક્ષી સારવાર વિના મૂલ્ય કરવામાં આવશે. આ પ્રસંગે હોસ્પિટલ માટે જમીન આપનાર દાતાનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. (Radhanpur Kesar Ba Hospital Launch)

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.