ETV Bharat / state

રાહુલ ગાંધી પર લાઠીચાર્જ કરાતા પાટણમાં કોંગ્રેસે મૌન ધરણાં યોજ્યા

ઉત્તર પ્રદેશના હાથરસમાં સામુહિક દુષ્કર્મ અને હત્યાના મામલે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી પીડિત પરિવારોને મુલાકાત કરવા જતા પોલીસે અટકાવ્યા હતા. ત્યારે આ ગેરબંધારણીય બાબતને લઈ પાટણ કોંગ્રેસે મૌન ધરણા કરી સરકારના રાજીનામાની માગ કરી હતી.

Rahul Gandhi Rahul Gandhi
Rahul Gandhi
author img

By

Published : Oct 6, 2020, 9:18 AM IST

પાટણઃ ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી પર સામૂહિક દુષ્કર્મ અને હત્યા કરવામાં આવતા સમગ્ર દેશમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે અને ઠેર-ઠેર વિવિધ સંગઠનો દ્વારા પ્રદર્શન અને વિરોધ કરી પીડિત પરિવારને ન્યાય માટે માંગણીઓ કરવામાં આવી રહી છે.

રાહુલ ગાંધી પર લાઠીચાર્જ કરાતા પાટણમાં કોંગ્રેસે મૌન ધરણાં યોજ્યા

ત્યારે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો કાફલો પીડિતાના પરિવારને મળવા હાથરસ ખાતે જવા નીકળ્યો હતો અને આ કાફલો યમુના એક્સપ્રેસ હાઈવે પર પહોંચતા જ પોલીસે તેમની અટકાવી દીધા હતા. જેથી રાહુલ ગાંધી અને કોંગ્રેસ કાર્યકરોએ પગપાળા કૂચ કરતા પોલીસે રાહુલ ગાંધી અને કોંગ્રેસ કાર્યકરો પર લાઠીચાર્જ કર્યો હતો. આ મામલે પાટણના કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ શહેરના બગવાડા દરવાજા ખાતે ધરણા યોજી સરકારનો વિરોધ કર્યો હતો.

પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે જણાવ્યું હતું કે, મહિલાઓની સુરક્ષા અને સલામતીની વાતો કરનાર ભાજપ સરકારના શાસનમાં મહિલાઓ સલામત નથી માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર રાજીનામું આપે તેવી માંગ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.