ETV Bharat / state

ગીરની ભૂમી પર કાશ્મીરી કેસર, પ્રગતિશીલ યુવાન ખેડૂતોએ ખેતીની દુનિયામાં શરૂ કર્યો નવો અધ્યાય - KASHMIRI SAFFRON FARMING

તાલાલા તાલુકાના પીપળવા ગામમાં કાશ્મીરી કેસરની ખેતી કરીને ખેતીની દિશામાં એક નવા પ્રગતિના સ્વપાન તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો છે.

ખેતીની દિશામાં એક નવા પ્રગતિના સ્વપાન તરફ આગળ વધવાનો પ્રયાસ
ખેતીની દિશામાં એક નવા પ્રગતિના સ્વપાન તરફ આગળ વધવાનો પ્રયાસ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 4, 2024, 6:04 AM IST

જૂનાગઢ: સ્વાદિષ્ટ ખીર હોય કે પછી દૂધની બનાવટની કોઈ મીઠાઈ, આઇસક્રીમ હોય કે પછી બ્રેડ અને કેક આ તમામ મિષ્ટાનોના સ્વાદમાં ચાર ચાંદ લગાવતું કોઈ પદાર્થ છે તો તે કેસર. કેસર ખાદ્ય પદાર્થમાં મિશ્રિત થઈને એક અલગ જ પ્રકારનું સ્વાદ આપે છે. પરંતુ કાશ્મીરમાં ઊગતું આ કેસર અહીં ખૂબ મોંઘા ભાવે મળે છે. પણ તેની ચિંતા દૂર થઈ ગઈ છે કારણકે હવે ગીરમાં ઊગી રહ્યું છે કાશ્મીરી કેસર...

ગીર વિસ્તારમાં ઊગતી કેસર કેરીની સાથે કાશ્મીરી કેસરની ખેતી પણ થઈ શકે છે. યુવાન અને પ્રગતિશીલ ખેડૂત વનરાજ રામે તાલાલા તાલુકાના પીપળવા ગામમાં કાશ્મીરી કેસરની ખેતી કરીને ખેતીની દિશામાં એક નવા પ્રગતિના સ્વપાન તરફ આગળ વધવાનો પ્રયાસ કર્યો છે. અમેરિકા રહેતા તેમના કાકાની પ્રેરણાથી પીપળવા ગામમાં આજે કોલ્ડ સ્ટોરેજમાં કાશ્મીરી કેસરની સફળતાપૂર્વક ખેતી થઈ રહી છે.

પ્રગતિશીલ યુવાન ખેડૂતોએ ખેતીની દુનિયામાં શરૂ કર્યો નવો અધ્યાય (Etv Bharat Gujarat)

ગીરની ભૂમિમાં કેસરની સાથે હવે કાશ્મીરી કેસરની ખેતી: ગીરની ભૂમિ કેસર અને 'કેસરી' માટે વિશ્વપ્રસિદ્ધ છે. ત્યારે પીપળવા ગામના યુવાન અને પ્રગતિશીલ ખેડૂત વનરાજ રામે તલાલા તાલુકાના પીપળવા ગામમાં કાશ્મીરની કેસરની ખેતી કરીને ખેતીની દુનિયામાં એક નવો અધ્યાય ચીતરવાનો પ્રયાસ કર્યો છે. સામાન્ય રીતે છેલ્લા ઘણા વર્ષોથી ગીર 'કેસરી' અને કેસર કેરી માટે આજે પણ પ્રખ્યાત છે તેમાં હવે ત્રિવેણી સંગમ રૂપે કાશ્મીરી કેસરની ખેતી ભળવા જઈ રહી છે.

પ્રગતિશીલ યુવાન ખેડૂતે કરી કાશ્મીરી કેસરની ખેતી
પ્રગતિશીલ યુવાન ખેડૂતે કરી કાશ્મીરી કેસરની ખેતી (Etv Bharat Gujarat)

તાલાલા કાશ્મીરી કેસર માટેનું હબ પણ બની શકે: વનરાજે પોતાની સૂઝબૂઝ અને કૃષિ ક્ષેત્રના અભ્યાસમાં મેળવેલા જ્ઞાન થકી અમેરિકામાં રહેતા તેમના કાકાની પ્રેરણાથી આજે સફળતાપૂર્વક કાશ્મીરી કેસરની ખેતી કરવાની શરૂઆત કરી છે. પ્રારંભના દિવસોમાં કેસરમાં 200 જેટલા ફૂલ પણ આવ્યા છે. હાલ કેસરની સીઝન પુર બહારમાં શરૂ થવાનો સમય આવી રહ્યો છે ત્યારે ગીરની કેસર માટે પ્રખ્યાત જાણીતું તાલાલા હવે કાશ્મીરની કેસર માટેનું હબ પણ બની શકે છે.

યુવાન અને પ્રગતિશીલ ખેડૂત વનરાજ રામ
યુવાન અને પ્રગતિશીલ ખેડૂત વનરાજ રામ (Etv Bharat Gujarat)

40 લાખના ખર્ચે ઉભો કરાયો વાતાનુંકુલિત શેડ: અહીં 40 લાખના ખર્ચે ઓટોમેટીક વાતાનુંકુલિત 20 બાય 20 ફૂટના શેડમાં કાશ્મીરી કેસરની ખેતી થઈ રહી છે. અહીં પેરાફોનિક પદ્ધતિથી કાશ્મીરી કેસરનું ઉત્પાદન મેળવવા માટેનો પ્રથમ પ્રયાસ શરૂ થયો છે. જે શેડ ઉભો કરવામાં આવ્યો છે તેમાં ભેજ અને તાપમાન સ્વયંમ સંચાલિત રાખવામાં આવ્યું છે જેથી કેસરના પાકને અનુકૂળ દિવસ અને રાત્રીનું તાપમાન તેમજ ભેજ પૂરતા પ્રમાણમાં મળી રહે. પરિણામે જે રીતે કાશ્મીરમાં કેસરનું ઉત્પાદન થાય તે જ પ્રમાણે અહીં પણ ઉત્પાદન થાય તે પ્રકારનો પ્રયાસ થઈ રહ્યો છે. જેમ જેમ ગરમીના દિવસો આગળ વધે તેમ તેમ શેડની અંદરનું તાપમાન સાતથી આઠ ડિગ્રી સુધી સ્વયંમ સંચાલિત રીતે નક્કી થતું હોય છે, જેથી કેસરનું ઉત્પાદન, તેનું બિયારણ અને તેના ફૂલ આવવાની પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો વિક્ષેપ ન પડે અને ખૂબ જ સરળતાપૂર્વક કેસરનું ઉત્પાદન કરી શકાય.

એક બિયારણનું 7 થી 8 વર્ષનું આયુષ્ય: ડુંગળીના કંદ જેવું દેખાતું કેસરનું બિયારણનું જીવન 7 થી 8 વર્ષનું માનવામાં આવે છે. ત્યારબાદ ફરી એક વખત આજ બિયારણને ઉપયોગમાં લેવા માટે તેને જમીનમાં મલ્ટિફિકેશન કરીને ફરીથી પેરાફોનિક પદ્ધતિથી કેસરનું ઉત્પાદન મેળવી શકાય છે.

કેવી રીતે ઊગે છે કેસર: કેસરના બિયારણમાં એક ફૂટ નીકળ્યા બાદ તેમાં એક ફૂલ આવતું હોય છે જેમાં કેસરના ત્રણ તાંતણા જોવા મળે છે. એક ફૂલ પૂરું થઈ ગયા બાદ ફરીથી એ જ બિયારણમાં કેસરનું બીજું એક ફૂલ નીકળે છે જેમાં પણ ત્રણ તાંતણા જોવા મળે છે. કેટલાક બિયારણોમાં બે ફૂટ નીકળતી જોવા મળે છે જેમાં બે ફૂલ આવતા હોય છે, પરંતુ બે ફૂટ નીકળે તેવા બિયારણોની સંખ્યા ખૂબ જ જૂજ જોવા મળે છે. ટેરાફોનિક પદ્ધતિમાં ઠંડી અને ભેજના પ્રમાણને નિયંત્રિત કરીને ખૂબ જ સફળતાપૂર્વક અન્ય ખેતી પાકોની ઉપજ અને પેદાશ પણ લેવામાં સફળતા મળી છે, ત્યારે આ પ્રકારે પીપળવા ગામમાં કાશ્મીરી કેસરનું ઉત્પાદન લેવાનો પ્રથમ પ્રયાસ શરૂ થયો છે.

યુવાન અને પ્રગતિશીલ ખેડૂત અલ્પેશ રામ
યુવાન અને પ્રગતિશીલ ખેડૂત અલ્પેશ રામ (Etv Bharat Gujarat)

ગીરમાં કેસર કેરી થાય તો કાશ્મીરી કેસર કેમ નહીં: યુવાન અને પ્રગતિશીલ ખેડૂતના મગજમાં એક જ વિચાર સતત જોવા મળતો હતો કે ગીરમાં કેસર કેરી થાય તો કાશ્મીરી કેસર શા માટે ન થઈ શકે? બસ આ એક વિચારે જ ગીરની આ ભૂમિમાં કાશ્મીરી કેસરની ખેતીને પ્રાંગરવાની એક તક આપી. આગામી વર્ષોમાં સફળતા મળ્યાં બાદ આ જ પ્રકારે કાશ્મીરી કેસરની ખેતીના અન્ય નવા શેડ ઊભા કરવાનું પણ પ્રગતિશીલ ખેડૂત વિચારી રહ્યા છે. કાશ્મીરી કેસરની ખેતીમાં કોઈ વિશેષ માવજતની જરૂર પડતી નથી, પરંતુ લોકોની બિનજરૂરી અવરજવર અટકાવવાથી તેમાં સામાન્ય રીતે આવતા ફૂગના રોગચાળાને કોઈપણ પ્રકારની મહેનત વગર અટકાવી શકાય છે. આ સિવાય અન્ય કોઈ માવજતની જરૂર પડતી નથી. જે માવજત કેસરની ખેતી માટે જરૂરી છે તે દિવસ અને રાત્રીનું તાપમાન અને ભેજનું પ્રમાણ છે જે સ્વયં સંચાલિત વાતાનુકુલિત શેડ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે.

આ પણ વાંચો:

  1. અમરેલી પંથકના આ ખેડૂતને તકમરીયાની ખેતીમાં મળી તેજી, ઓછા ખર્ચે અધધ ફાયદો
  2. 'પાણી પર ખેતી', તાપી જિલ્લાના આદિવાસી ખેડૂતો કરે છે નદીના ઊંડા પાણીમાં ખેતી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.