- પાટણમાં કોરોના બેકાબૂ
- નવા 185 કેસ નોંધાયા
- જિલ્લામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 6,718 થઈ
- શહેરમાં 34 નવા કેસ સાથે પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2,125 થઈ
પાટણઃ શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી 34 કેસ નોંધાયા છે. 34 નવા કોરોના પોઝિટિવ કેસ સાથે શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2,125 થવા પામી છે. આ ઉપરાંત પાટણ તાલુકામાં 28 કેસ નોંધાયા છે.
આ પણ વાંચોઃ નવસારીમાં કોરોનાના નવા 91 કેસ નોંધાયા
ક્યાં કેટલા કેસ?
સિદ્ધપુર શહેરમાં 13 અને તાલુકામાં 30, સરસ્વતી તાલુકામાં 16, રાધનપુરમાં શહેરમાં 16 અને તાલુકાના કામલપુરમાં 1, સાતલપુરમાં 13, ચાણસ્મામાં 16, હારિજમાં 9, સમીમાં 8 કોરોના પોઝિટિવ કેસ મળીને કુલ 185 કોરોના પોઝિટિવ કેસ જિલ્લામાં નોંધાયા હોવાથી આરોગ્ય તંત્ર દ્વારા કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં સેનિટાઈઝરનો છંટકાવ અને વિસ્તારને કોર્ડન કરવાની તજવીજ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ પાટણ જિલ્લામાં કોરોના વિસ્ફોટક, એક જ દિવસમાં 134 નવા કેસ નોંધાયા
લોકડાઉનમાં કામ વગર બહાર ના નીકળવા કરી અપીલ
જિલ્લા વાસીઓને લોકડાઉનના સમયમાં કામ વગર બહાર ન નીકળવા અને કોરોના સંક્રમણને તોડવા કોરોનાની ગાઈડલાઈનનો ચુસ્ત અમલ કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.