- ખલીપુર ગામમાંથી બોગસ તબીબ ( Bogus Doctor ) ઝડપાયો
- પાટણ SOG પોલીસે બાતમી આધારે ક્લિનિક ઉપર કરી રેડ
- પાટણ પોલીસે એલોપેથીક દવા ઇન્જેક્શન મળી 1290 મુદ્દામાલ કબજે કર્યો
પાટણ : રાજ્ય સહિત પાટણ જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે કેટલાય લેભાગુ ડિગ્રી વગરના તબીબોએ પોતાની હાટડીઓ ચાલુ કરી લોકોને દવાના નામે ખંખેર્યા છે. તો આવા ઊંટવૈદોના કારણે કેટલાય લોકોએ જીવ પણ ગુમાવ્યા છે, ત્યારે વધુ એક ડિગ્રી વગરનો બોગસ તબીબ ( Bogus Doctor ) પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ખલીપુર ગામમાંથી મળી આવ્યો છે. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલા ખલીપુર ગામે પાંજરાપોળ પાસે આવેલી દુકાનમાં કોઈ પણ જાતના મેડિકલ ડિગ્રી કે સર્ટિફિકેટ વગર કોરોના મહામારીમાં લોકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતો મેડિકલ ડિગ્રી વગરનો બોગસ તબીબ ( Bogus Doctor ) રાજુજી સારજીજી ઠાકોર રહેવાસી નવા બાવાહાજીવાળને પાટણ SOG પોલીસે બાતમીના આધારે રંગે હાથ ઝડપી લઈ મેડિકલનાં સાધનો, એલોપેથીક દવાનો અને ઇન્જેક્શન મળી કુલ રૂપિયા 1,290નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય ઉઘાડપગા બોગસ તબીબ ( Bogus Doctor )માં ફફડાટ ફેલાયો
કોરોના મહામારી વચ્ચે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં બોગસ તબીબ ( Bogus Doctor )ને પાટણ SOG પોલીસ ઝડપી લેતા ડિગ્રી વગર ખાનગીમાં દવાખાના ચલાવતા બોગસ તબીબ ( Bogus Doctor )માં ફફડાટ વ્યાપ્યો છે.
આ પણ વાંચો -
- વડોદરામાં Bogus Doctor ઝડપાયો, 20 વર્ષથી આપતો હતો એલોપેથીની દવાઓ
- દ્વારકા નજીકના રૂપેણ બંદર વિસ્તારમાં Bogus Doctorની ધરપકડ
- રાજકોટમાંથી વધુ એક Bogus Doctor ઝડપાયો
- કોરોનાગ્રસ્ત Bogus Doctor સામે જન આરોગ્ય સાથે ચેડા કરવાનો ગુનો નોંધાયો
- મોરબીમાં ક્લીનીક ચલાવતો Bogus Doctor ઝડપાયો
- Bogus Doctor - રાજકોટમાંથી બોગસ ડૉક્ટર ઝડપાયો
- Bogus Doctor - મોરબીમાંથી બોગસ ડૉક્ટર ઝડપાયો
- Bogus Doctor - રાજયમાં 74 બોગસ તબીબ ઝડપાયા