મંગળવારના રોજ સવારે 9 કલાકે જિલ્લા પંચાયતની પેટાચૂંટણીના પરિણામો જાહેર કરાયાં હતા. સાંતલપુર બેઠકની મતગણતરી વારાહી મામલતદાર કચેરી ખાતે થઈ હતી. જેમાં ભાજપના ઉમેદવાર અરજણભાઈ આહિરને કુલ 6538 મત મળતાં તેમનો 2202 મતથી વિજયી થઈ હતાં તો સામે પક્ષે તેમના હરીફ હમીર ભાઈ આહીરને 4336 મત મળતાં હારનો સામનો કરવો પડ્યો હતો.
શંખેશ્વર બેઠકમાં 4 ટેબલ પર 4 રાઉન્ડમાં 28 EVM થી મતગણતરી કરવામાં આવી હતી. જેમાં શરૂઆતથી જ ભાજપના ઉમેદવાર જામાજી ઠાકોર આગળ રહ્યાં હતા. કુલ 1008 મત મળતાં તે 75 મતે વિજય રહ્યાં હતા. આમ, શંખેશ્વરની સૂબાપુરા બેઠક અને જિલ્લા પંચાયતની સાંતલપુર બેઠક પર ભાજપનો ભગવો લહેરાતાં ભાજપના કાર્યકરોમાં આનંદની લાગણી જોવા મળી હતી.