પાટણ દેશના સૌથી મોટા ગરબા (Country largest Garba in Patan) મહોત્સવ નવરાત્રી પર્વની પાટણ શહેર સહિત જિલ્લામાં બરાબર જામી છે. નવરાત્રી પર્વ હવે મધ્ય ચરણમાં આવ્યું છે. ખેલૈયાઓ એક દિવસ પણ ચૂક્યા વગર મન મૂકીને ગરબે રમી માં જગદંબાની આરાધના (Adoration of Maa Jagdamba) કરી રહ્યા છે. પાંચમા નોરતે રાત્રે ખાનગી પાર્ટી પ્લોટ અને મહોલ્લા પોળોમાં ગરબા રસિકોએ ગરબાની રમઝટ બોલાવી હતી.
નવરાત્રી નવરંગે મઢેલી રાતોની રંગત પાટણમા નવરાત્રી પર્વનાં ગરબાનો માહોલ ચારેતરફ રંગીન બની (Colors of Navratri 2022) રહ્યો છે. જોત જોતામાં શકિતના મહાપર્વની નવલી નોરતાની ચાર રાતો પસાર થઈ જતાં યુવાન ખેલૈયાઓ બાકીની રાત્રીનો ભરપૂર આનંદ ઉઠાવવા થનગની રહ્યા છે. રોજેરોજ અવનવા ડ્રેસ અને વિવિધ આકર્ષણ સાથે ખેલૈયાઓ ગરબે ઘુમવાનો આનંદ ઉઠાવી રહ્યા છે. નવરાત્રીના ગરબાની નવરંગે મઢેલી રાતોની રંગત હવે રંગીન બનતી હોય તેવો માહોલ સમગ્ર શહેરમાં જોવા મળી રહયો છે.
ટ્રેડીશનલ વસ્ત્રોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું પાટણ પાંજરાપોળ ગ્રાઉન્ડમાં રોટરેક્ટ ક્લબ (Rotaract Club in Patan Panjarapol Ground) આયોજિત રણકાર 2022માં નોરતાની પાંચમી રાત્રે ખેલૈયાઓ મન મૂકીને ગરબે હતા. ગરબા મહોત્સવમાં ખેલૈયાઓનો ઉત્સાહ અને થનગનાટ ઉત્તરોત્તર વધી (significance of navratri festival)રહયો છે. નોરતાની પાંચમી રાત્રિએ યુવાન ખેલૈયાઓએ ટ્રેડીશનલ વસ્ત્રોએ લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. ખાસ કરીને યુવાન ખેલૈયાઓ અને યુવતીઓ ગામઠી ચણીયાચોળી, લાઇટીંગવાળા ડ્રેસની સાથે માથે ટોપી, પાઘડી અને કાળા ચશ્મા પહેરી ઓરકેસ્ટ્રા તાલે ગરબાની રંગત જમાવી રહ્યા છે. આ મહા ઉત્સવમાં યુવા ખેલૈયાઓની આ રંગતને નિહાળવા લોકો મોટીસંખ્યામાં ઉમટી પડે છે. પાટણ શહેરમાં શકિતનું મહાપર્વ સર્વત્ર રંગીન જોવા મળી રહયું છે.