પાટણઃ શહેરમાં પોલીસ પર હીંચકારો હુમલો થયો હતો. શહેરના મીરા દરવાજા વિસ્તારમાં પોલીસ પર કેટલાક અસામાજિક તત્વો દ્વારા પથ્થર મારો કરવામાં આવ્યો હતો. જેમાં શહેર બી ડિવિઝન પોલીસ મથકના PI ચિરાગ ગોસાઈ તેમજ અન્ય એક પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ હુમલાને પગલે Dysp સહિતના અધિકારી તેમજ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવીને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટના જ્યારે પોલીસ લૉકડાઉનનું પાલન કરાવવા નીકળી હતી, તે સમયે પોલીસ પર હુમલો થયો હતો.
આ ઉપરાંત બનાવને પગલે મીરા દરવાજા વિસ્તારને પોલીસ દ્વારા કોંર્ડન કરી દેવામાં આવ્યો હતો. આ સાથે હુમલાખોરોને ઝડપીને કોંમ્બિન્ગ હાથ ધર્યું હતું.