- લીંબચમાંતાની પોળમાં પરંપરાગત રીતે નવરાત્રિનો થયો પ્રારંભ
- ચાચરના ગરબાનું ગાન કરી નવરાત્રી મહોત્સવની શરૂઆત કરી
- વર્ષો જૂની પ્રાચીન ગરબાની પ્રણાલી આજે પણ અહીં જોવા મળે છે
પાટણ : શક્તિ ,ભક્તિ અને આરાધનાના પર્વ એવા નવરાત્રીમાં પણ વેસ્ટન કલચર જોવા મળી રહ્યુ છે. લોકો પાર્ટી પ્લોટોમાં ડીજેના તાલે ગરબે ઘૂમતા જોવા મળે છે. ત્યારે આજના આધુનિક યુગમા પાટણની લીંબચમાતાની પોળના રહીશો એ ભાતીગળ પ્રાચીન ગરબાની પરંપરાને વર્ષોથી જાળવી રાખી છે. અહીંયા રમતા ગરબાઓમાં પ્રાચીન ગરબામાં પૌરાણીક ગરબાઓની જમાવટ જોવા મળે છે. નવરાત્રીના પ્રથમ નોરતે સ્થાનિકો દ્વારા નવ બાળકીઓને આદ્યશક્તિનુ સ્વરૂપ માની અને પાંચ બાળકો ને બટુક ભૈરવનું સ્વરૂપમાની માતાજીના ચાચર ચોકમાં ઉભા રાખી તેઓની વિધિવત રીતે પૂજા કરી માતાજીના ચાચરના ગરબાનું ગાન કરી નવરાત્રી મહોત્સવની શરૂઆત કરવામા આવે છે. ત્યારે લીંબચમાતાની પોળમાં વર્ષોની આ પરંપરા આજે પણ અકબંધ જોવા મળે છે.
પોળમાં વર્ષોથી આ પૌરાણીક ગરબા મહોત્સવ ઉજવાય છે
લીંબચમાતાની પોળમાં વર્ષોથી આ પૌરાણીક ગરબા મહોત્સવ ઉજવાય છે. અહીં આદ્યશક્તિ માં અંબાની માંડવીને ચાચર ચોકમાં મૂકી મહિલાઓ ,બાળકો અને મોટેરાઓ ગરબે ઘૂમી માતાની આરાધના કરે છે. આ સમયે અલૌકીક અને દિવ્ય વાતાવરણનો લોકોને ભાસ થાય છે. આ મહોલ્લાના લોકો આજે પણ પાર્ટી પ્લોટમાં ગરબે રમવા જતા નથી. શેરીમાં ગરબે ઘૂમી આદ્યશક્તિની આરાધના કરે છે. મ્યુઝિકલ કલચર, પાર્ટીપ્લોટના ધબકારા અને રણકારના બદલે અહીં નવરાત્રી દરમ્યાન ઢોલ, મંજીરા અને ખંજરીના તાલે ગરબા ગવાય છે. મોંઘા સંગીતના સાધનો અને ડીજેના બદલે મહોલ્લાના રહીશોજ પોતાના સૂર રેલાવી માતાજીના ગુણગાન ગાય છે.
પોળમાં પ્રાચીન ગરબાનું અસ્તિત્વ આજે પણ જાળવી રાખ્યું છે
આજના ડીઝીટલ યુગમાં ગરબામાં પણ આધુનિકતા પ્રવેશી છે, લોકો પાર્ટી પ્લોટમાં ગરબે ઘૂમે છે. જેથી આપણી પ્રાચીન ગરબાની સંસ્કૃતિ ક્યાંક ને ક્યાંક વિસરાઈ રહી છે. ત્યારે લીંબચમાતાની પોળના રહીશોએ પ્રાચીન ગરબાનું અસ્તિત્વ આજે પણ જાળવી રાખ્યું છે.
આ પણ વાંચો : બીજું નોરતું : માતા બ્રહ્મચારિણીની તપસ્યા શક્તિનું વરદાન પામવાનો અવસર
આ પણ વાંચો : અમિત શાહ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા, ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે