ETV Bharat / state

Heart Attack: હાર્ટ એટેકના બનાવોને લઈને આનંદીબહેનની ચિંતા- એક વર્ષમાં કેટલા યુવાનો મૃત્યુ પામ્યા તેનો સ્ટડી કરાવો

રાજ્યમાં નવરાત્રિમાં હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. આ મામલે પાટણથી આનંદીબેન પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે નાની ઉંમરની વ્યક્તિઓના મોત થઈ રહ્યા છે ત્યારે આ એક ગંભીર બાબત છે. કયા કારણોથી આ ઘટના ઓ બની રહી છે તેનું એનાલીસીસ કરવું જોઈએ.

હાર્ટ એટેકના બનાવોને લઈને આનંદીબહેનની ચિંતા

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 22, 2023, 6:08 PM IST

હાર્ટ એટેકના બનાવોને લઈને આનંદીબહેનની ચિંતા

પાટણ: પાટણના સંડેર મુકામે નવનિર્માણ પામનાર ખોડલધામનું ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર રહ્યા હતા. ગુજરાતમાં હાર્ટ એટેકની કારણે થઈ રહેલા મોત અંગે ચિંતા કરી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી મોતની સંખ્યા વધી છે. ખાસ કરીને નાની ઉંમરની વ્યક્તિઓના મોત થઈ રહ્યા છે ત્યારે આ એક ગંભીર બાબત છે. કયા કારણોથી આ ઘટનાઓ બની રહી છે તેનું એનાલીસીસ કરવા રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને જાહેરમાં ટકોર કરી હતી.

ખોડલધામના ચેરમેન
ખોડલધામના ચેરમેન

ખોડલધામના નિર્માણ માટે ભૂમિ પૂજન: સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ યાત્રાધામ કાગવડના શ્રી ખોડલધામ સંકુલની જેમ સમગ્ર ગુજરાતના ચાર ઝોનમાં ખોડલધામનું નિમોણ કરવાનો સંકલ્પ ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. ત્યારે ગુજરાતમાં ઉતર ગુજરાત ચાર ઝોનમાં ખોડલધામ નિર્માણ કરવાનો સંકલ્પ ખોડલધામના ચેરમેન દ્વારા કરવામાં આવ્યો હતો. આજે સંડેર ખાતે ખોડલધામના નિર્માણ માટે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.

ભૂપેન્દ્ર પટેલ અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર

'દુર્ગાષ્ટમીના પવન દિવસે મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે. વસુદેવ કુટુંબકમની આ ભાવના સર્વ સમાજના વિકાસમાં મોટું યોગદાન આપી ખોડલધામે સાકાર કર્યું છે. ખોડલધામના સભ્યોએ સેવા પ્રવૃત્તિનો લાભ તમામ સમાજ સુધી પહોંચાડી સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આશરે 50 વીઘામાં આ સંકુલ તૈયાર થવાનું છે. આ સંકુલ આધ્યાત્મ કેન્દ્રની સાથે સાથે શિક્ષણ,આરોગ્ય અને સંશોધનનું કેન્દ્ર પણ બનશે. સનાતન પરંપરામાં મંદિરો ભક્તિના સ્થાનકો છે તેની સાથે શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના જીવન કેન્દ્રો છે.' - ભૂપેન્દ્ર પટેલ, મુખ્યપ્રધાન

'સંડેર ગામમાં ખોડલધામનું એક ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. ભવિષ્યમાં આ મંદિર કૌશલ મંદિર પણ બનશે ખેડૂતોને પ્રેરણા આપતું કેન્દ્ર બની રહેશે. સમગ્ર સમાજના વિકાસ માટે ખોડલધામની આ જગ્યા સમગ્ર વિશ્વને માર્ગદર્શન કરશે. ઈટ અને ચૂનાના બનેલા મંદિરો જ્યાં સુધી સમાજમાં પરિવર્તન ન લાવી શકે ત્યાં સુધી આવા મંદિરોનો કોઈ અર્થ રહેતો નથી. મંદિરો માનવીય ચેતનાનું કેન્દ્ર બનવા જોઈએ.' - આનંદીબેન પટેલ, રાજ્યપાલ, ઉત્તર પ્રદેશ

'સંડેર ગામે નિર્માણ પામી રહેલ ખોડલધામ મંદિર એ સર્વ સમાજનું મંદિર બની રહેશે જેનો લાભ દરેક સમાજના લોકો લઈ શકશે ખોડલધામ માત્ર મંદિર નહીં પણ ઉત્તર ગુજરાતના ભાઈ બહેનોને શિક્ષણ અને આરોગ્યની સેવાઓ મળી રહે તે માટે સંડેર મુકામે ખોડલધામ મંદિર નું નિર્માણ કરોડ કરવામાં આવી રહી છે રાજકોટમાં આગામી સમયમાં એક રોડ રોલ મોડલ કેન્સર હોસ્પિટલ નું નિર્માણ ખોડલ ધામ દ્વારા કરવામાં આવશે.' - નરેશ પટેલ, ખોડલ ધામ, ટ્રસ્ટી

સંડેર મુકામે ખોડલધામ ભૂમિ પૂજન કાર્યક્રમ રાજકીય અને સામાજિક આગેવાનો ઉપરાંત લેવા પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના નવનિર્માણમાં દાન આપનાર દાતાઓ તેમજ આમંત્રિત મહેમાનોનું સન્માન કરવામાં આવ્યુ હતું.

Death from heart attack : કોરોના કરતા પણ ભયંકર સાબિત થયો રહ્યો છે હાર્ટઅટેક, રાજકોટમાં 3 લોકોના થયા મોત

હાર્ટ એટેક: કોવિડ સંક્રમણ પછી હૃદય નબળું પડે તો તેની સારવાર વિશે જાણો

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.