પાટણ: સિદ્ધપુર તાલુકાના નેદ્રા ( પાંચકુવા) ગામના વતની અહેમદભાઈ અલીભાઈ નાંદોલિયા દેશ આઝાદ થયો ત્યારે 15 વર્ષના હતા. 19 વર્ષની ઉંમરે તેઓ ભારતીય સેનામાં જોડાયા હતા. બાદમાં સામાજીક કારણોસર તેઓ વતન પરત આવ્યા હતા. દેશપ્રેમ તેમના હ્રદયમાં હોવાથી તેઓ 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ રાષ્ટ્રધ્વજ ફરકાવતા હતાં. તેમણે એવો નિર્ધાર કર્યો કે, 'મારે 365 દિવસ મકાન પર રાષ્ટ્રધ્વજ લહેરાવવો છે'.
ઘણી કાયદાકીય ગુંચવણો પસાર કરી આખરે 26 જાન્યુઆરી 2001થી તેમનું સપનું સાકાર થયુ. ત્યારથી લઈને આજ સુધી તેઓ પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી રહ્યા છે.