ETV Bharat / state

આપના ઉમેદવાર લાલેશ ઠક્કરનો અભિવાદન સમારોહ પાટણ ખાતે યોજાયો - લાલેશ ઠક્કરનું સન્માન

પાટણ વિધાનસભા બેઠક પર આમ આદમીના ઉમેદવાર તરીકે લાલેશ ઠક્કરના (Aaps candidate Lalesh Thakkar) નામની જાહેરાત કરતા તેમના સમર્થકો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા તેમનો અભિવાદન સન્માન સમારોહ(Lalesh Thakkar was felicitated at Patan) બગવાડા દરવાજા ખાતે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વિવિધ સમાજના આગેવાનો એ લાલે ઠક્કરનું સન્માન કરી સમર્થન આપ્યું હતું.

આપના ઉમેદવાર લાલેશ ઠક્કરનો અભિવાદન પાટણ ખાતે યોજાયો

author img

By

Published : Sep 14, 2022, 9:20 AM IST

પાટણ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના પડગમ વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં ઝંપલાવી, ઉમેદવારોની યાદી સાથે નામની જાહેરાતો કરવામાં આવી રહી છે. ત્યારે તાજેતરમાં ગોપાલ ઇટાલીયા દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં પાટણ બેઠકના ઉમેદવાર તરીકે લાલેશ ઠક્કરના નામની(Aaps candidate Lalesh Thakkar)જાહેરાત કરતા તેમના સમર્થકો માં આનંદની લાગણી ફેલાઈ હતી. ત્યારે આમ આદમી પાર્ટીના પાટણ વિધાનસભાના ઉમેદવાર લાલેશ ઠક્કરનો શહેરના બગવાડા દરવાજા ખાતે વિવિધ સમાજના આગેવાનો, સગા સંબંધીઓ અને સ્નેહી મિત્રો તથા આમ આદમી પાર્ટી દ્વારા(Lalesh Thakkar was felicitated at Patan) અભિવાદન સન્માન સમારોહ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ અભિવાદન સન્માન કાર્યક્રમ પ્રસંગે લાલેસ ઠક્કરે આભાર વ્યક્ત કર્યો હતો.

આપના ઉમેદવાર લાલેશ ઠક્કરનો અભિવાદન પાટણ ખાતે યોજાયો

ઘર આંગણે જ રોજગારી- Etv ભારત સાથેની વાતચીતમાં લાલેશ ઠક્કરે જણાવ્યું હતું કે ભૂતકાળમાં પાટણના લોકોની આરોગ્યની સુવિધા માટે સિવિલ બચાવ આંદોલન, શહેરીજનોની પ્રાથમિક સુવિધાઓ માટે કોર્પોરેટર રહી નગરપાલિકા આપના દ્વારે કાર્યક્રમ તથા દસ વર્ષ સુધી યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય રહીને વિદ્યાર્થીઓના હિત માટે લડત ચલાવી પ્રશ્નો ઉકેલ્યા છે .મારી આ સેવાકીય પ્રવૃત્તિઓથી પ્રેરાઈને આપ પાર્ટી દ્વારા પાટણ બેઠક ઉપર મારા નામની પસંદગી કરવામાં આવી છે, જેને લઇ શહેરીજનો અને વિસ્તારના લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાટણ વિસ્તારના લોકોને રોજગારી માટે બહાર જવું ન પડે અને ઘર આંગણે જ રોજગારી મળી રહે તે માટે જીઆઇડીસી સ્થાપિત કરવાનું મારું પ્રથમ લક્ષ્ય રહેશે

ચૂંટણી જંગ રસપ્રદ બની શકે છે- વિધાનસભાની ચૂંટણીઓને લઈને રાજકીય પાર્ટીઓ દ્વારા ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે. ભાજપ અને કોંગ્રેસ પાર્ટી દ્વારા કોઈપણ બેઠક ઉપર હજી સુધી ઉમેદવારોના નામની જાહેરાતો સત્તાવાર રીતે કરાઈ નથી, તો બીજી તરફ આમ આદમી પાર્ટી દ્વારા વિવિધ બેઠકો ઉપર ઉમેદવારોના નામની જાહેરાતો કરવામાં આવી છે. ત્યારે પાટણ વિધાનસભા બેઠક પર લાલેશ ઠક્કરના નામની જાહેરાતથી પાટણ બેઠક પર ચૂંટણી જંગ રસપ્રદ બની શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.