ETV Bharat / state

પાટણમાં આદિજાતિ સમુદાય માટે વિશેષ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો - Gujarat Tribal Development Council

ગુજરાત આદિવાસી વિકાસ પરિષદ અને જિલ્લા વહીવટી તંત્ર પાટણ ના સંયુક્ત ઉપક્રમે પાટણ શહેર અને તાલુકામાં રહેતા અનુસૂચિત જનજાતિ આદિજાતિના લોકો માટે વિશેષ સેવા સેતુ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમ શહેરની તારાબેન પ્રાથમિક કન્યાશાળા ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લાભાર્થીઓની વિવિધ સહાય અને લાભો ની અરજીઓ સ્વીકારી સ્થળ પર તેનો નિકાલ કરવામાં આવ્યો હતો.

પાટણમાં આદિજાતિ સમુદાય માટે વિશેષ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

author img

By

Published : Oct 11, 2021, 6:24 PM IST

  • પાટણ જિલ્લામાં રવિવારથી મહારસીકરણ ઝુંબેશ શરૂ કરાઈ
  • પાટણ ખાતે વિશેષ સેવા સેતુ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું
  • લોકોને વિવિધ યોજનાઓના લાભ એક સ્થળેથી મળે તેવો હેતું

પાટણઃ વનબંધુઓના સશક્તિકરણ અને આર્થિક કલ્યાણ દ્વારા વિકાસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વિવિધ કલ્યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. આ પરિણામ લક્ષી અને પારદર્શી યોજનાઓને લોકાભિમુખ બનાવવા રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જનજાતિ સમુદાયના લાભાર્થે પાટણ ખાતે વિશેષ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમાં સવારથી જ મોટી સંખ્યામાં લાભાર્થીઓ સેવાસેતુ કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને રેશનકાર્ડ, શ્રમિક કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, આવકના દાખલા, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, વિધવા સહાય તથા વૃદ્ધ સહાય, આયુષ્યમાન ભારત કાર્ડ જેવી 40થી વધુ સરકારી યોજનાઓનો લાભ એક જ સ્થળે લાભાર્થીઓને ઉપલબ્ધ કરવામાં આવ્યો હતો. આ સેવા સેતુ કાર્યક્રમ અંદાજે 2000 કરતાં વધુ લાભાર્થીઓ સરકારની વિવિધ યોજનાઓના પ્રમાણપત્રો કઢાવવાનો લાભ લીધો હતો.

કાર્યક્રમમાં રસીકરણનું પણ આયોજન કરવામાં આવ્યું
આ સેવાસેતુ કાર્યક્રમમાં રસીકરણનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું અને આ સેવા સેતુનો લાભ લેવા આવતા લાભાર્થીઓને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવી તેમજ જિલ્લા કલેક્ટરે સેવા સેતુ સ્થળની મુલાકાત લઈ લાભાર્થીઓ સાથે ચર્ચા કરી

પાટણમાં આદિજાતિ સમુદાય માટે વિશેષ સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
પાટણ જિલ્લામાં મહારસીકરણ ઝુંબેશ

પાટણ જિલ્લામાં રવિવારથી મહારસીકરણ ઝુંબેશ શરૂ કરાઈ છે. જેના ભાગરૂપે વિશેષ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા આવતા લાભાર્થીઓ માટે મફત કોરોના રસીકરણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા કલેકટર સુપ્રીત સિંગ ગુલાટીએ સેવા સેતુ સ્થળની મુલાકાત કરી હતી અને લાભાર્થીઓને મળતી સુવિધા અંગે લાભાર્થીઓ ચર્ચાઓ કરી હતી, તેમજ કેટલાક લાભાર્થીઓને શ્રમિક કાર્ડ પણ કલેકટરના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

આ પણ વાચોઃ પાટણમાં ડેન્ગ્યુ અને ઝાડા-ઊલટીના કેસોની ભરમાર, વહીવટીતંત્ર સામે લોકોમાં ભારે રોષ

આ પણ વાચોઃ માણો પાટણના ગરબા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.