ભારત દેશ જ્ઞાતિ અને છુત અછૂતના ભેદભાવોને કારણે અનેક સમાજોના ટુકડાઓમાં વહેચાયો છે, ત્યારે દરેક સમાજના લોકો એક થાય અને ભારતની અખંડિતતા જળવાઈ રહે તેં માટે સમગ્ર દેશમાં સમરસતાના સંદેશાઓ ફેલાવવામાં આવી રહ્યાં છે, ત્યારે રવિવારે પાટણમાં દરેક હિન્દુ એક થાય અને ઊંચ નીચના ભેદભાવો દુર કરી એક સામાજિક સમરસતા ઊભી કરે તેં માટે સમરસતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા પૂર્વે એમ એન હાઈસ્કૂલ ખાતે એક ધર્મ સભા યોજાઈ હતી.
વક્તાઓએ નાત જાતના ભેદભાવોની વિકૃતિને જનમાનસમાંથી દુર કરવા હાકલ કરી હતી. દરેક સમાજ સાથે ઊંચ નીચના ભેદ ભાવ રાખ્યા વીના તમામ જ્ઞાતિના લોકોની સાથે એકાત્મભાવ રાખવા અનુરોધ કાર્યો હતો. ધર્મ સભા બાદ દરેક સમાજના ભાઈ બહેનોએ ભારત માતાના રથને ખલાસી બની ખેંચી સમરસતા યાત્રાને પ્રસ્થાન કરાવી હતી. જેમાં વિવિધ જ્ઞાતિના લોકો પોત પોતાના પારંપરિક વેશ ભૂશા અને ઝાખિઓ સાથે જોડાયા હતાં.
હિન્દુ સમાજ એક બને સમરસ બને અને ભાતૃભાવને આધારે તેનો વ્યવહાર થાય તેવો સંદેશો આપવા માટે આ સમરસતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. સમરસતા યાત્રામાં એક મંદિર, એક કૂવો, એક સ્મશાનની ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બન્યું હતુ. યાત્રાનું ઠેર-ઠેર નગરજનોએ સ્વાગત કર્યું હતું.