ETV Bharat / state

Newborn baby found in Patan : પાટણમાં જનેતા બની કઠોર કાળજાની, નવજાત બાળકને મુક્યું રસ્તે રઝળતું

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 17, 2023, 8:14 PM IST

પાટણ શહેરના અઘારા દરવાજા નજીક ગત રાતે કોઈક અજાણ્યા ઈસમ દ્વારા નવજાત જન્મેલી બાળકીને કોથળીમાં વીંટાળી રસ્તે રજડતી મૂકી દેવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામે છે. બાળકીના રુદનનો અવાજ સાંભળી આસપાસ માંથી લોકો દોડી આવ્યા હતા અને આ અંગે 108 મારફતે બાળકીને સારવાર અર્થે ધારપુર હોસ્પિટલમાં ખસેડી હતી. આ ઘટનાને લઈને પાટણ એ-ડિવિઝન પોલીસ દ્વારા બાળકીના માતા પિતાની શોધખોળ હાથ ધરી છે.

Etv Bharat
Etv Bharat

Newborn baby found in Patan

પાટણ : સરકાર દ્વારા એક બાજુ 'બેટી બચાવો બેટી પઢાવો' ના સૂત્ર સાથે મહિલા સશક્તિકરણ અને સ્ત્રીભૃણ હત્યા અટકાવવા માટે પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. આ મામલે વિશેષ અભિયાન પણ હાથ ધરવામાં આવે છે, છતાં અવારનવાર નવજાત બાળકીઓ તરછોડી દેવાના બનાવો પ્રકાશમાં આવે છે. પાટણના ઇતિહાસમાં પ્રથમવાર એક નવજાત બાળકીને તરછોડી દેવાની ઘટના ગત મોડી રાત્રે સામે આવી હતી. બનાવની પ્રાપ્ત માહિતી મુજબ શહેરના અઘારા દરવાજા પાસે ગત રાત્રે કોઈએ પોતાનું પાપ છુપાવવા રાત્રિના અંધારાનો લાભ લઈ નવજાત જન્મેલી બાળકીને પ્લાસ્ટિકની કોથળીમાં ભરીને કચરાના ઢગ પાસે તારછોડી દેવામાં આવી હતી.

બાળકીના રડવાનો અવાજ આવ્યો હતો : બાળકીના રડવાનો અવાજ પાસે રહેતી મહિલાના કાને પડતા આ બાબતે તેણે તેના પતિને જાણ કરી હતી. ત્યારબાદ મહિલા દંપતિએ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને જાણ કરતા તેઓએ 108ને જાણ કરી હતી. 108 આવે ત્યાં સુધી ધારાસભ્યની સૂચના મુજબ મહિલાએ બાળકીને કોથળી માંથી બહાર કાઢી તેને ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે રૂમાલમાં લપેટી હતી. આ દરમિયાન 108 આવી પહોંચતા તેને સારવાર અર્થે ધારપુર મેડિકલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

બાળકીને સારવાર માટે હોસ્પિટલ મોકલી : બાળકીને સૌપ્રથમ વખત જોનાર આ વિસ્તારના મહિલા આશાબેન પટેલે જણાવ્યું હતું કે, રાત્રિ દરમિયાન ઝરમર વરસાદ આવતો હતો. હું ઘરની ઓસરીમાં સૂઈ રહી હતી, તે દરમિયાન બાળકીના રડવાનો અવાજ કાને સંભળાયો હતો. જેથી હું અને મારા પતિ બંન્ને જણાએ અવાજની દિશામાં ગયા હતા અને જોયું તો પ્લાસ્ટિકની કોથળીમાં જન્મેલ બાળક હતું. આથી અમોએ મહોલ્લામાં જઈ અન્ય લોકોને વાત કરતા મહોલ્લાના રહીશો બહાર આવ્યા હતા અને બાળકીને કોથળીમાંથી બહાર કાઢી 108ને બોલાવી સારવાર અર્થે ધારપુર હોસ્પિટલમાં ખસેડી હતી.

આ ઘટનાની જાણ થતા પોલીસ તાકીદે દોડી આવી હતી. પોલીસે બાળકીને જોનાર આ વિસ્તારના લોકોના નિવેદનો લઈ બાળકી તરછોડી દેનાર તેના માતા-પિતાને સીસીટીવી કેમેરા આધારે શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે. - બ્રહ્મભટ્ટ, PSI

રાત્રિ દરમિયાન અમોને કોલ મળતા તાત્કાલિક અમે અઘારા દરવાજા ખાતે પહોંચી ગયા હતા. ત્યાં જઈને જોયું તો બાળકી જિવીત હતી, જેથી અમોએ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી અને એમ્બ્યુલન્સમાં ટેલીફોનિક ફિઝિશિયન સાથે વાતચીત કરી તેઓની સૂચના મુજબ બાળકીને સારવાર આપતા તેના સ્વાસ્થ્યમાં સુધારો આવ્યો હતો. ત્યારબાદ અમો તેને ધારપુર હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. - નીરવ ચેતવાણી, 108ના ઇએનટી

મોડી રાત્રે 108 એમ્બ્યુલન્સ દ્વારા નવજાત ત્યજી દેવાયેલી બાળકીને ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવી છે. બાળકી નવજાત હોઈ વરસાદમાં પલડવાથી તેના શરીરમાં ઇન્ફેક્શન થયું છે. હાલ તેને ઓક્સિજન ઉપર રાખવામાં આવી છે. - ડો.હિતેશ ગોસાઈ, ધારપુર સિવિલ હોસ્પિટલના RMO

બાળકને કોને મુક્યું તે હજી સામે આવ્યું નથી : નિસંતાન દંપત્તિ પોતાના ઘરે બાળકનો જન્મ થાય તે માટે અનેક પ્રકારની બાધા માનતા અને આંખડીઓ રાખે છે. બીજી બાજુ નિષ્ઠુર માતા દ્વારા નવજાત બાળકીને ત્યાંજી દેવાની આ ઘટનાને લઈને સમગ્ર પાટણ શહેરમાં ચકચાર મચી છે. આવી કઠણ હૃદયની માતા સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

  1. Surat Crime: પાલિકાના શૌચાલયમાંથી તાજું જન્મેલું બાળક મૃત મળી આવ્યું, પોલીસે ફરિયાદ નોધી
  2. Rajkot Crime : રુખડીયાપરામાં ત્યજાયેલું બાળક મળી આવ્યું, પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ મોકલાયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.