પાટણ: જિલ્લના બાલીસણા ગામે ઘર પાસે લીમડાની ડાળીઓ કાપી રહેલા યુવાનને વીજ કરંટ લાગતા ઝાડ પરથી નીચે પટકાતાા યુવકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
બાલીસણા ગામે શેખ સમીર યુસુફભાઈ પોતાના ઘર પાસે રહેલી લીમડાના ઝાડની ડાળીઓ કાપી રહ્યો હતો. ત્યારે અચાનક તેનો હાથ ઝાડ પાસેથી પસાર થઇ રહેલા હેવી વીજ પ્રવાહની મેઈન લાઈનને અડી જતા વીજ કરંટ લાગ્યો હતો અને નીચે પટકાતા મોત નીપજયું હતું.
આશાસ્પદ યુવાનના મોતથી પરિવાર સહિત વિસ્તારમાં આઘાતની લાગણી છવાઈ હતી. મૃતદેહને પાટણ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લવાયો હતો.