ETV Bharat / state

સમીના વાવલ પાસે ચાલુ કારમાં આગ લાગતા ચાલકનું મોત - પાટણના સમાચાર

રાધનપુર - મહેસાણા હાઇવે પર વાવલ ગામના પાટીયા પાસે ચાલુ કારમાં અચાનક આગ ભભુકી ઉઠતા વરાણા ગામના સેવાભાવી વ્યક્તિનું મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ હતી અને ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા.

સમીના વાવલ પાસે ચાલુ કારમાં આગ લાગતા ચાલકનું મોત

author img

By

Published : Jun 11, 2021, 11:00 PM IST

  • રાધનપુર - મહેસાણા હાઈવે પર વાવ ગામ નજીક ચાલુ કારમાં લાગી આગ
  • રોડ ઉપર કાર ભડકતા અફડાતફડી મચી
  • કારચાલક ગંભીર રીતે દાઝી જતાં ઘટનાસ્થળે મોત

    સમી: વરાણા ગામના વ્યક્તિ પોતાની કાર લઇ મહેસાણા - રાધનપુર હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે અચાનક ચાલુ કારમાં આગ ભભુકી ઉઠી હતી અને તેઓ ગંભીર રીતે દાઝી જતાં ઘટના સ્થળે જ મોતને ભેટયા હતા. હાઇવે ઉપર કાર ભડભડ સળગતી જોઇ અન્ય વાહનચાલકો પણ થંભી ગયા હતા અને મદદે દોડી ગયા હતા. બનાવની જાણ થતાં આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. મૃતકને પી.એમ. અર્થે સમી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : અમદાવાદમાં ખોલવામાં આવ્યો ઓક્સિજન પાર્ક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.