પાટણ : 1 જૂલાઈ એટલે રોટરી ક્લબનો સ્થાપના દિવસ. આ દિવસે સમગ્ર વિશ્વમાં રોટરી ક્લબના નવા પ્રમુખ, મંત્રી અને હોદ્દેદારોની વરણી કરવામાં આવે છે. આ સાથે સાથે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે, ત્યારે રોટરી સ્થાપના દિવસ નિમિત્તે પાટણ રોટરી ક્લબ દ્વારા નવા પ્રમુખ, મંત્રી અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. સાથે સાથે વિવિધ સેવાકીય કાર્યો પણ કરવામાં આવ્યા હતા.
રક્તદાન શિબિર યોજાઇ :
- 1લી જૂલાઇ એટલે રોટરી ક્લબનો સ્થાપના દિવસ
- સ્થાપના દિવસ નિમિતે પ્રમુખ, મંત્રી અને હોદેદારોની વરણી કરાઇ
- શહેરમાં રક્તદાન કેમ્પ યોજાયો
- રક્તદાતાઓની મદદથી 30 યૂનિટ બ્લડ એકત્ર થયું
- ક્લબે કોરોના મહામારીના પગલે મહત્વનો નિર્ણય લેતા દર્દીને 800 રૂપિયામાં અપાતુ લોહી 40 ટકાના ડિસ્કાઉન્ટ સાથે 500 રૂપિયામાં આપશે
શહેરના આધારા દરવાજા પાસે આવેલી ઊંચી શેરી ખાતે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામા રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ કેમ્પમાં 30 યૂનિટ બ્લડ એકત્ર થયુ હતું. તો કોરોના મહામારીને ધ્યાને લઈ રોટરી કલબ દ્વારા મહોલ્લાના લોકોને માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ હતું.