પાટણઃ પાટણ જિલ્લામાં કોરોના વાઇરસનો એક પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર સહિત તમામ વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે. કોરોનાના દર્દીઓ માટે પાટણ સિવિલ હોસ્પિટલમાં 30 બેડના આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.
પાટણ જિલ્લામાં કોરોના મહામારીના કારણે અગમચેતીના ભાગરૂપે વહીવટીતંત્રને આરોગ્યતંત્ર દ્વારા કોરોના દર્દીઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. પાટણ જનરલ હોસ્પિટલમાં 30 બેડમાંથી બે બેડ વેન્ટિલેટર સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી બે દિવસમાં આ નવીન 30 બેડનો આઈસોલેશન વોર્ડ તૈયાર થઇ જશે. પાટણ જિલ્લા કલેક્ટરે સિવિલ હોસ્પિટલમાં તૈયાર થઈ રહેલા આઇસોલેશન વોર્ડની મુલાકાત લઇ કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.
ધારપુર હોસ્પિટલમાં સો બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. પણ જો હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધે તેવા સમયે વધારાના દર્દીઓની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં 30 બેડના આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.