- પાટણનુ રાજકારણ ગરમાયુ
- લઘુમતી સમાજના 20 આગેવાનો ભાજપમાં જોડાયા
- વોર્ડ નં. 7,8,9અને 10ના આગેવાનો જોડાયા ભાજપમાં
પાટણઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે, ત્યારે પાટણમાં રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બની રહી છે. શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પાટણ શહેરના વોર્ડ નંબર 7, 8, 9 અને 10 આ ચાર વોર્ડમાં લઘુમતિ સમાજના મતદારોનું પ્રભુત્વ છે.
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કેશરીયો ધારણ કર્યો
આ સમાજના લોકો કોંગ્રેસની વિચારસરણી સાથે સંકળાયેલા છે, ત્યારે મંગળવારે પાટણ ખાતે આવેલા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમમાં સાંજે ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી પટેલના હસ્તે આ ચારેય વોર્ડના લઘુમતી સમાજના 20 જેટલા આગેવાનો કેશરીયો ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાતા શહેરનું રાજકારણ ગરમાયુ છે.
અગાઉ કોંગ્રેસના પૂર્વ મહિલા કોર્પોરેટર જોડાયા હતા ભાજપમાં
એક અઠવાડિયા અગાઉ વોર્ડ નં.10 ના કોંગ્રેસના પૂર્વ મહિલા કોર્પોરેટર પણ ભાજપમાં જોડાયા હતા, ત્યારે મંગળવારે લઘુમતી સમાજના 20 જેટલા આગેવાનો ભાજપમાં જોડાતા કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે.