પાટણ: ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગના કર્મચારીઓના લાંબા સમયથી પડતર ગ્રેડ -પે સહિતના વિવિધ પ્રશ્નો મુદ્દે અનેક રજૂઆતો અને સરકાર સાથે સમાધાન બાદ પણ કોઈ નિર્ણય કે નિરાકરણ નહીં આવતાં ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના નેજા હેઠળ સમગ્ર રાજ્યના આરોગ્ય કર્મચારીઓ એ ફરી આંદોલનનો માર્ગ ( Patan health workers Protest) અપનાવ્યો છે. જે અંતર્ગત રવિવારે કર્મચારીઓ વિવિધ માંગણીઓના સંદર્ભમાં ઉત્તર ગુજરાતના 11 જિલ્લાના આરોગ્ય કર્મચારીઓની પાટણમાં મહારેલી ( Patan health workers Rally) યોજાઇ હતી.
આ પણ વાંચો: કેશુભાઇ મુખ્યપ્રધાન બન્યા ત્યારથી વર્તમાન ભુપેન્દ્ર પટેલ સુધી મહેસૂલી સરળીકરણ પ્રક્રિયા સરળ થવાની રાહમાં
આરોગ્ય કર્મચારીઓની મુખ્ય માંગણી (Patan health workers Demand) અને પડતર પ્રશ્નોમાં ગ્રેડ પે સુધારણા, પગારપંચના પગાર ધોરણ સુધારવામાં આવે, આરોગ્ય કર્મચારીના 8 કિલોમીટર નીચેની ફેરણીનું ભથ્થુ આપવામાં આવે, કર્મચારીઓએ જાહેર રજા તથા રવિવારના દિવસે બજાવેલ ફરજનો પગાર અથવા કોરોના વોરિયર્સ તરીકેનું ભથ્થું આપવામાં આવેનો સમાવેશ થાય છે. છેલ્લા ઘણા સમયથી આ માંગણીઓનું યોગ્ય નિરાકરણ ન થતાં કર્મચારીઓ ફરી આંદોલનના માર્ગે વળ્યા છે.
આ પણ વાંચો: Thalassemia Day 2022: એકવાર કરી જુઓ તમારું દાન બે વ્યક્તિનું જીવન બચાવી શકશે
પાટણ શહેરના ખાડિયા મેદાનમાંથી પ્રસ્થાન પામેલી આ મહારેલીમાં આરોગ્ય વિભાગના અંદાજે 2000થી વધુ કર્મચારી ભાઈ-બહેનો વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ ધારણ કરી સુત્રોચ્ચારો સાથે રેલીમાં જોડાયા હતા. આ રેલી શહેરના ગાંધી બાગ થઈ ભગવાનના દરવાજા રેલવે સ્ટેશન રોડ કોલેજ રોડ થઈ કલેકટર કચેરી પાસે આવેલ સિંધવાઇ માતાના મંદિર સંકુલમાં ફેરવાઈ હતી અને ત્યારબાદ આરોગ્ય કર્મચારી મહાસંઘના આગેવાનો દ્વારા જિલ્લા પંચાયત ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.