ETV Bharat / state

ગોધરામાં પ્રેમી સાથે મળી પત્નીએ કરી પતિની હત્યા

author img

By

Published : Nov 20, 2019, 8:54 PM IST

ગોધરા: શહેરમાં રહેતાં શોએબ દુર્વેશના મોતના પાછળ ભેદી રહસ્યો સામે આવી રહ્યાં છે. દર્વેશનું 12 નવેમ્બરે મોત થયું હતું. અંતિમવિધિ બાદ પરિવારને તેની મોત અંગે શંકા જતાં મૃતદેહને બહાર કાઢી પોસ્ટમાર્ટમ માટે મોકલ્યો હતો. જેમાં તેનું મોત આંતરિક ઈજાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. આ મામલે હત્યાનો કેસ નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં દુર્વેશની હત્યા પત્નીના પ્રેમ સંબંધના કારણે થઈ હોવાનું બહાર આવ્યું હતું.

ગોધરામાં પ્રેમી સાથે મળી પત્નીએ કરી પતિની હત્યા

ગોધરાના સિગ્નલ ફળિયામાં રહેતાં દુર્વેશની મોતની ઘટનામાં એક પછી એક નવા વળાંકો આવી રહ્યા છે. 12 નવેમ્બરે મૃત્યુ પામેલા દુર્વેશનું મોત હદય હુમલાના કારણે થયું હોવાનું માની પરિવારે તેની અંતિમવિઘી કરી હતી. બાદ પરિવારને દુર્વેશની મોત અંગે શંકા જતાં તેના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમાર્ટમ માટે મોકલ્યો હતો. રીપોર્ટમાં તેનું મોત આંતરિક ઈજાઓના થયું હોવાનું બહાર આવતા પરિવારમાં ચિંતામાં ગરકાવ થયો હતો.

ઘટનાની જાણ પોલીસને થતાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં દુર્વેશની હત્યા તેની જ પત્નીએ કરી હોવાનું બહાર આવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે શોએબ દુર્વેશ રાત્રે સૂતો હતો. ત્યારે તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. સવારે પથારીને દુર્વેશનો મૃત હાલતામાં જોતા પરિવાર કુદરતી મોત સમજી તેની અંતિમક્રિયા કરી હતી. ત્યારબાદ પરિવારને દુર્વેશની પત્ની પર શંકા થઈ હતી. કારણ કે, મૃતકની પત્ની અગાઉ પણ તેના પ્રેમી સાથે ઝડપાઈ હતી. તેને લઈ ઘરમાં ઝઘડો પણ થયો હતો.

ગોધરામાં પ્રેમી સાથે મળી પત્નીએ કરી પતિની હત્યા

મૃતક દુર્વેશના પિતાએ શંકાના આધારે ગોધરા B ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ કરીને પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી (પ્રેમી) સાજીદ ગુનાહિત રેકોર્ડ ધરાવતો હોવાનો બહાર આવ્યું હતું. તેની મારા-મારી, છેડતી સહિતના 4 ગુનાઓ નોંધાયેલાં છે.

ઉલ્લેખનીય છે કે, 14 નવેમ્બરે B ડિવિઝન પોલીસ મથકે શોએબના શંકાસ્પદ મોત અંગે રજૂઆત કરી આ ઘટનાની સચ્ચાઈ બહાર લાવવા પોલીસ સમક્ષ રજૂઆત કરાઈ હતી. B ડિવિઝન પોલીસે રજૂઆતના આધારે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે કાયદાકીય તમામ મંજૂરી મેળવ્યા બાદ શુક્રવારની સવારે ગોધરા SDM સહિત ઉચ્ચ અધિકારી, એફએસએલ તેમજ પોલીસ કાફલો કબ્રસ્તાન પહોચ્યો હતો. કબરમાંથી મૃતક યુવાનનો મુતદેહ બહાર કાઢી તેને ગોધરા સિવિલ ખાતે પોસ્ટમાર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

પોસ્ટ માર્ટમ રિપોર્ટમાં તેનું મોત માથાના અને છાતીના ભાગે આંતરિક ઈજાઓ થવાને કારણે થયું હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતકના પરિવારે તેની પત્ની પર શંકા વ્યક્ત કરી હતી. પોલીસે મૃતકની પત્નીની તપાસ કરતા તેણે પ્રેમી સાથે મળી તેના પતિની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. હાલ, પોલીસે આરોપી (પ્રેમી) સાજીદ મેહબૂબ ચરખાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Intro: ગોધરા સિગ્નલ ફળિયા વિસ્તારમાં આડા સંબધોમાં પત્ની અને તેના પ્રેમી સાથે મળી પતિની જ હત્યા કરી નાખ્યા હોવાનું બહાર આવતા ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે .
ગોધરાના સિગ્નલ ફળીયામા રહેતા શોએબ શૌકત દુર્વેશ નામના યુવકનું તા:૧૨-૧૧-૨૦૧૯ ના રોજ મૃત્યુ થતાં પરિવારજનો દ્વારા સામાજિક રીતે દફનવિધિ કબ્રસ્તાનમા કરી દીધી હતી. પ્રાથમિક રીતે પરિવારે તેનું મોત હાર્ટ એટેકથી થયાનું માની લીધું હતું પરંતુ કેટલાક ભેદી સંજોગો પરિવારના ધ્યાનમાં આવતા 14 નવેમ્બરે બી.ડિવિઝન પોલીસ મથકે શૌકતના શંકાસ્પદ મોત અંગે રજુઆત કરી આ ઘટનાની સચ્ચાઈ બહાર લાવવા પોલીસ સમક્ષ રજૂઆત કરતા બી.ડિવિઝન પોલીસએ પ્રાથમિક રીતે અકસ્માતનો ગુનો દાખલ કરી મૃતક યુવકના મોત અંગે કાર્યવાહી હાથ ધરી હતી. બી ડીવીઝન પોલીસે કાયદાકીય તમામ મંજુરી મેળવ્યા બાદ શુક્રવારની સવારે ગોધરા એસડીએમ સહિત ઉચ્ચ અધીકારી ,એફએસએલ તેમજ પોલીસ કાફલો કબ્રસ્તાન પહોચ્યો હતો. પોલીસ બદોબસ્ત સાથે કબરમાંથી યુવાનનો મુતદેહ બહાર કાઢયો હતો. પ્રથમ મૃતદેહ ને ગોધરા સિવિલ ખાતે અને બાદમાં સિવિલના ડોકટર સાથે મૃતદેહને વડોદરા મેિડકલ કોલેજ ખાતે લઇ જવાયો હતો. જયાં મૃતદેહનુ઼ પેનલ પીએમ કરાયુ઼ હતું. જેમાં શોએબ શોકત દુર્વેશનું મોત માથાના અને છાતીના ભાગે આંતરિક ઈજાઓ થવાને લઈને થયું હોવાનું પી એમ રીપોર્ટમાં આવતા પોલીસ દ્વારા હત્યાનો ગુન્હો નોધી મૃતકના પરિજનો દ્વારા મૃતકની પત્ની સામે જ શંકા વ્યક્ત કરવામાં અઆવ્તા પોલીસે મૃતકની પત્નીની સઘન પૂછ પરછ કરતા પ્રેમ સંબંધને લઈને તેના પતિની હત્યા પ્રેમી સાથે મળીને કરી હોવાની કબુલાત તેણે કરી હતી . પોલીસ દ્વારા પ્રથમ મૃતકની પત્ની જેનબ શોએબ દુર્વેશ અને બાદમાં તેના પ્રેમી સાજીદ મેહબૂબ ચરખાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે .

બાઈટ : આર આઈ દેસાઈ , ડીવાયએસપી , ગોધરા
ગોધરાના સિગ્નલ ફળિયા વિસ્તારમાં આવેલ શોએબ દુર્વેશ નું મોત તા.૧૨-૧૧-૨૦૧૯ ના રોજ થયું હતું જેની તમામ અંતિમ વિધિ તેના પરિવાર દ્વારા કરવામાં આવી હતી બાદમાં તેના પરિવાર દ્વારા તેના મોત અંગે શંકા વ્યક્ત કરતા દફન કરેલ મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે મોકલી આપવામાં આવેલ હતો જે અંગે પીએમ રીપોર્ટ આંતરિક ઈજાઓને લીધે મોત થયા હોવાનો આવતા આ મામલે હત્યાનો ગુન્હો નોધવામાં આવ્યો છે , હત્યા પ્રેમ સંબધમાં થઇ હોવાનું બહાર આવ્યું છે , મૃતકની પત્ની ને અન્ય યુવક સાજીદ સાથે પ્રેમ સંબંધ હતા અને તેનો પતિ શોએબ આડખીલી રૂપ હોઈ તેની હત્યા કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે .
પ્રેમ સંબધમાં આડખીલી બનતા પોતાના પતિની જ હત્યા તેની પત્નીએ પ્રેમી સાથે મળી કરી નાખી હતી , બંનેએ આડખીલી રૂપ શોએબ રાત્રી દરમિયાન પોતાના ઘરે સુતો હતો તે દરમિયાન જ ગળું અને માથું દબાવી હત્યા કરીને ફરાર થઇ ગયા હતા. બાદમાં મૃતક શોએબનો મૃતદેહ તેની પથારીમાંથી જ સવારે મળી આવતા પરિવારજનોએ શોએબનું મોત કુદરતી રીતે થયું હોવાનું માની લઇ તમામ અંતિમક્રિયા પૂર્ણ કરી હતી પરંતુ મૃતકની પત્ની તેના પ્રેમી સાથે અગાઉ પણ ઝડપાઈ હોઈ તેમજ તેના પ્રેમી દ્વારા અગાઉ મૃતક સાથે ઝઘડો તકરાર થયેલ હોઈ , શોએબના મોત પાછળ તેની પત્ની જ જવાબદાર હોવાની શંકા મૃતક શોએબના પિતાને થતા તેમણે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે તેમના પુત્રની હત્યા કરવામાં આવી હોવાની રજૂઆત કરી હતી , સમગ્ર મામલે પોલીસ દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કરી પીએમ રીપોર્ટ આવ્યા બાદ હત્યાનો ગુન્હો નોધી વધુ તપાસ હાથ ધરી છે , જોકે ઝડપાયેલ પ્રેમી સાજીદ પણ ગુન્હાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે , સાજીદ મારા મારી, છેડતી જેવા ૪ ગુન્હાઓમાં પહેલાથી જ સંડોવાયેલો અને પોલીસ ચોપડે પણ તેની સામે ૪ ગુન્હા નોધાયેલા હોવાનું બહાર આવ્યું છે .
Body:કંદર્પ પંડ્યા Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.