ETV Bharat / state

યુવતીને વિધર્મી યુવકે ભગાડી જતા શહેરા સજ્જડ બંધ, લોકોએ કરી લેખિત રજૂઆત - Raly

પંચમહાલ: જિલ્લાના શહેરા નગરમાં એક યુવતીને વિધર્મી યુવકે ભગાડી જતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ખાસ કરીને હિન્દુ સંગઠનો દ્વારા શહેરા નગરને સજ્જડ બંધ કરી દેવામાં આવ્યું હતું. તેમજ રેલી સ્વરૂપે હાથમાં લવ જેહાદના પોસ્ટર સાથે સુત્રોચ્ચાર કર્યા હતા.

શહેરાનગરમાં લવ જેહાદનો મામલો, હિન્દુ સંગઠને કાઢી રેલી
author img

By

Published : Jul 22, 2019, 4:56 PM IST

Updated : Jul 22, 2019, 5:38 PM IST

એક વિધર્મી યુવક દ્વારા હિન્દુ યુવતીને ભગાડી જવાના બનાવને લઇને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેને લઇને સોમવારના રોજ હિન્દુ સંગઠનો દ્વારા બંધનું એલાન કરવામાં આવતા શહેરા નગરના વેપારીઓ તેમજ નાના મોટા ધંધાદારીઓ દ્વારા સજ્જડ બંધ રાખવામાં આવ્યો હતો.

અંબાજી માતાના મંદિરે સૌ હિન્દુ અગ્રણીઓ એકત્રીત થયા હતા. ત્યાથી રેલી સ્વરૂપે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેમા લવ જેહાદના લખાણ વાળા પોસ્ટરો સાથે "બંધ કરો બંધ કરો લવ જેહાદ બંધ કરો" જેવા સુત્રોચ્ચાર કર્યા હતા. તેમજ રેલીનું આયોજન કરી પ્રાન્ત અધિકારીને લેખિત આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડા તેમજ સ્થાનિક પોલીસનો કાફલો રાખવામાં આવ્યો હતો.

શહેરાનગરમાં લવ જેહાદનો મામલો, હિન્દુ સંગઠને કાઢી રેલી

પ્રાન્ત અધિકારી ડી.એમ.દેસાઇને મૌખિક રજૂઆત કરી સમગ્ર પરિસ્થિતી અંગે વાફેક કરીને આવેદન પત્ર આપ્યું હતું. આવેદન પત્રમાં જણાવામાં આવ્યું હતું કે, "શહેરાના લઘૂમતી સમાજના યુવક અતિક સૈયદ દ્વારા હિન્દુ સમાજની યુવતીને 13-07-2019ના રોજ ભગાડી જવામાં આવી હતી.

આ અંગે યુવતીના પરિવાર દ્વારા રામોલ પોલીસ મથક અમદાવાદ તેમજ પંચમહાલ પોલીસને પણ જાણ કરવામાં આવી છે. આ મામલે ગુનેગારોને ટેકનીકલ પદ્ધતિથી પકડવામાં આવે તેવી માગણી કરી છે. આવા બનાવો શહેરા નગરમાં પણ ભૂતકાળમાં પણ બન્યા છે. આ મામલે યુવતી પરત નહીં મળે તો જલદ આંદોલન કરવાની ચિમકી પણ આવેદન પત્રમાં ઉચ્ચારવામાં આવી છે.

આ મામલે વેપારીઓ પણ આંદોલનને સમર્થન આપ્યું છે. પોલીસ સુરક્ષાનો બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે. આવેદન પત્ર આપવા મોટી સંખ્યામાં શહેરા નગર તેમજ ગ્રામિણ વિસ્તાર, જિલ્લાના અન્ય તાલુકામાંથી પણ વિવિધ હિન્દુ સંગઠનોના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે નારી સુરક્ષા અને બેટી બચાવોની વાતો કરનારા નેતાઓની ગેરહાજરી પણ ચર્ચાનું સ્થાન બની હતી.

Intro:

પંચમહાલ જીલ્લાના શહેરાનગરની એક યુવતીને એક વિધર્મી યુવક દ્વારા હિન્દૂ યુવતીને જવાના મામલે આજે હિન્દુ સંગઠનો દ્વારા શહેરા નગરમાં બંધ પાળવામાં આવ્યો હતો.ત્યારબાદ તમામ હિન્દુ સંગઠનો દ્વારા રેલી સ્વરુપે હાથમા લવ જેહાદના પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરીને એકત્ર થઈ પ્રાન્ત અધિકારીને લેખિત આવેદનપત્ર આપી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે જીલ્લા નાયબ પોલીસ વડા તેમજ સ્થાનિક પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.હિન્દુ સંગઠનો દ્વારા આપવામા આવેલા બંધને પણ વેપારીઓએ પ્રતિસાદ આપ્યો હતો.

Body:પંચમહાલ જીલ્લાના શહેરા નગરમાં
એક વિધર્મી યુવક દ્વારા હિન્દૂ યુવતીને ભગાડી જવાના બનાવને લઇને ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેને લઇને આજે હિન્દુ સંગઠનો દ્વારા બંધનૂ એલાન કરવામા આવતા શહેરા નગરના વેપારીઓ તેમજ નાના મોટા ધંધાદારીઓ દ્વારા સજ્જડ બંધ રાખવામાં આવ્યો હતો.અંબાજી માતાના મંદિરે સૌ હિન્દૂ અગ્રણીઓ એકત્રીત થયા હતા. અને ત્યાથી રેલી સ્વરુપે નીકળ્યા હતા જેમા લવ જેહાદના લખાણ વાળા પોસ્ટરો સાથે "બંધ કરો બંધ કરો લવ જેહાદ બંધ કરો" જેવા સુત્રોચ્ચાર કર્યા હતા.રેલી અંબા માતાના મંદિરથી સીંધી ચોકડી થઇને મેઇન હાઇવે માર્ગાથઇને પ્રાન્ત કચેરી ખાતે પહોચી હતી.ત્યા પ્રાન્ત અધિકારી ડી.એમ.દેસાઇને મૌખિક રજુઆત કરી સમગ્ર પરિસ્થિતીની વાફેક કરીને આવેદન પત્ર આપ્યુ હતુ.
આવેદન પત્રમાં જણાવામા આવ્યુ હતુ.કે "શહેરાના લઘૂમતી સમાજના યુવક અતિક સૈયદ દ્વારા હિન્દુ સમાજની યુવતીને ૧૩-૮-૧૯ના રોજ ભગાડી જવામાં આવેલછે.આ
અંગે યુવતીના પરિવાર દ્વારા રામોલ પોલીસ મથક અમદાવાદ તેમજ પંચમહાલ પોલીસને પણ જાણ કરેલ છે.આ મામલે ગૂન્હેગારને ટેકનીકલ પધ્ધતિથી ધરપકડથી તેના સંકજામાંથી છુટે લાગણી અને માગણી છે.આવા બનાવો શહેરા નગરમા પણ ભૂતકાળમા બન્યા છે.આ મામલે યુવતી પરત નહી મળે તો જલદ આંદોલન કરવાની ચિમકી પણ આવેદન પત્રમાં ઉચ્ચારવામાં આવી છે."
શહેરા નગરમા સમગ્ર પરિસ્થિતીને કોઇ બનાવ ના બને તે માટે મોટી સંખ્યામા પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. બજારો પણ બંધ રહ્યા હતા.આવેદન પત્ર આપવા મોટી સંખ્યામા શહેરા નગર ,તેમજ ગ્રામિણ વિસ્તાર, અને જીલ્લાના અન્ય તાલૂકામાથી પણ વિવિધ હિન્દૂ સંગઠંનોના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.ત્યારે "નારી સુરક્ષા"અને બેટી બચાવોની વાતો કરનારા નેતાઓની ગેરહાજરી પણ ચર્ચાનુ સ્થાન બની હતી

Conclusion:નોંધ- એક વીડીઓ જોઇન્ટ છે.

બીજા વિડીયોમાં બાઇટ સળંગ જોઇન્ટછે. જેમા પ્રથમ બોલનારા (અનોપસિંહ સોલંકી-અગ્રણી શહેરા ) પછી બોલનારા (રૂપચંદ સેવકાણી-અગ્રણી- શહેરા ) અને ત્રીજા .(ડી.એમ.દેસાઇ. પ્રાન્ત અધિકારી શહેરા.) છે.
Last Updated : Jul 22, 2019, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.