જાહેરનામા અનુસાર 6 એપ્રિલથી 19 એપ્રિલ સુધી પાવાગઢ ખાતે તળેટીથી માંચી જવાના રસ્તા ઉપર ભારે તથા હળવા વાહનો અવર-જવર કરી શકશે નહીં. આ ઉપરાંત કોઈપણ પ્રકારના વાહનો કે પશુઓ દ્વારા સાધન સામગ્રી કે ચીજવસ્તુઓનું વહન કરવા ઉપર તેમજ માંચીથી દુધિયા તળાવ પાવાગઢ સુધીના રસ્તા ઉપર પશુઓ દોરી જનારાઓની અવર-જવર ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આ હુકમ આવશ્યક ચીજ વસ્તુઓનું પરિવહન કરતા વાહનો, એસ.ટી બસો, સરકારી ફરજ ઉપરના વાહનો તથા આરોગ્ય સેવાઓ માટે ઉપયોગમાં લેવાનાર વાહનોને લાગુ પડશે નહીં. આ ઉપરાંત અનિવાર્ય અને યથોચિત પ્રસંગોના કિસ્સામાં એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ અને મામલતદાર, હાલોલની પૂર્વ પરવાનગી મેળવવાની રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-1951ની કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર થશે.