ETV Bharat / state

પંચમહાલમાં ડીઝલ ચોર ગેંગને પકડવા પોલીસે કર્યું ફાયરિંગ, આરોપી કાર મૂકી ફરાર - Panchamahal

પંચમહાલ: છેલ્લા ઘણા સમયથી પંચમહાલના કાલોલ અને હાલોલ વિસ્તારમાં ડીઝલ ચોર ટોળકીએ આતંક મચાવ્યો હતો. ત્યારે કોમ્બિંગ નાઈટ દરમિયાન બાતમીના આધારે કાલોલ પોલીસે કારમાં આવેલી ટોળકીનો ફિલ્મીઢબે પીછો કરતા ડીઝલ ચોર ગેંગના સભ્યોએ પોલીસ પર હુમલો કરતા પોલીસે ફાયરિંગ કર્યું હતું.

ડીઝલ ચોર ગેંગને પકડવા પોલીસે કર્યું ફાયરિંગ
author img

By

Published : Jul 16, 2019, 8:38 AM IST

પંચમહાલના કાલોલ અને હાલોલ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી તરખાટ મચાવતી ડીઝલ ચોર ગેંગ સક્રિય થઇ હતી. હાલોલ કાલોલ રોડ પર મોટી સંખ્યામાં પેટ્રોલ પમ્પ અને હોટેલો આવેલી છે. જ્યાં મોટી સંખ્યામાં બહારથી આવતા મોટા વાહનો રાત્રી રોકાણ કરતા હોય છે અને ખાસ કરીને આ વિસ્તારમાં ઓટોમોબાઇલ હબ તરીકે વિકસી રહેલ હાલોલ જીઆઇડીસી પણ આવેલી છે. જ્યાં માલ સામાનની હેરફેર માટે આવતા મોટા વાહનો ખાનગી પાર્કિંગ પ્લોટમાં પોતાના નંબર આવાની રાહમાં બેથી ત્રણ દિવસ રોકાતા હોય છે. ત્યારે આવા મોટા વાહનોમાંથી ખૂબ જ સહેલાઇથી ડીઝલ ચોરી કરતી ગેંગ છેલ્લા ઘણા સમયથી કાલોલ અને હાલોલ વિસ્તારમાં સક્રિય થઇ હતી.

ડીઝલ ચોર ગેંગને પકડવા પોલીસે કર્યું ફાયરિંગ

મોટાભાગે બહારના રાજ્યોમાંથી આવતા મોટા વાહનોને જ ટાર્ગેટ બનાવી તેમાંથી ડીઝલ ચોરી કરતા હતા. જેને લીધે ડીઝલ જેવી સામાન્ય ચોરીની ફરિયાદ કરવાનું વાહન માલિકો ટાળતા હતા. પરંતુ પંચમહાલ પોલીસને આ બાબતની અનેક મૌખિક ફરિયાદો મળી હતી. ડીઝલ ચોરી કરતી આ ગેંગ પોતાના કાર્યમાં એટલી તો નિપુણતા હાંસલ કરી હતી કે, હવે તેઓ લોકલ મોટા વાહનો જે રોડ ઉભા રહ્યા હોય તેવા વાહનોમાંથી પણ ડીઝલ ચોરીને રફુચક્કર થઇ જતા હતા.

આ ડીઝલ ચોર ગેંગ ડીઝલ ચોરી કરવા માટે મોંઘી કાર રાખતા હતા. જેથી તેમની પર કોઈ શંકા ન કરે.પંચમહાલ પોલીસ ડીઝલ ચોર ગેંગની કરતૂતોથી એટલી ત્રસ્ત થઇ ગઈ હતી કે, આ ટોળકી ઝડપી પાડવા માટે બાતમીદારોનો સહારો લઇ વોચ ગોઠવી હતી.

પોલીસને ખાનગી બાતમીદાર દ્વારા સચોટ બાતમી મળી હતી કે, એક શંકાસ્પદ સ્વીફ્ટ કાર હાલોલ જીઆઇડીસી વિસ્તારમાં વાહનોની આસપાસ ફરતી દેખાઈ રહી છે. જેને આધારે હાલોલ ટાઉન પીએસઆઇ દ્વારા આ શંકાસ્પદ સ્વીફ્ટ કારને શોધી તેનો પીછો કરતા આ કાર પોલીસને જોઈ કાલોલ તરફ જતા કાલોલ પોલીસને આ બાબતથી માહિતગાર કરવામાં આવતા કાલોલ પોલીસ મધવાસ ખાતે બનાવેલ ચોકી પર નાકાબંધી કરી હતી. પોલીસને રોડ પર ઉભેલી જોતા જ સ્વીફ્ટ કાર ચાલકે બેરિકેટ તોડી ભાગવા જતા વચ્ચે પોલીસે રોકવાનો પ્રયત્ન કર્યો હતો. ફિલ્મી ઢબે સર્જાયેલા આ ઘમાસાણમાં એક જીઆરડી જવાનને બન્ને પગે સ્વીફ્ટ કાર ફરી વળતા ફ્રેક્ચર થયુ હતું.

બેરિકેટિંગ તોડી ભાગેલ કારનો પીછો કાલોલ પીએસઆઈ એ પોતાની ખાનગી કારથી સ્વીફ્ટ કારનો પીછો કરતા જ્યાં સ્વીફ્ટ કારમાંથી ઉતરેલા 4 જેટલા ઈસમોએ પીએસઆઇની કાર પર હુમલો કર્યો હતો. પીએસઆઇ એકલા હોય પોતાની પર હુમલો થતા જોઈ સ્વબચાવ અને હુમલાખોરોને રોકવાના પ્રયાસમાં બે રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું, તે છતાં આ ટોળકીના ઈસમો પીએસઆઇ સામે આવતા પીએસઆઇ એ પોતાની સર્વિસ રિવોલ્વોરથી સીધું ફાયરિંગ કરતા ગોળી સ્વીફ્ટ કારને અથડાઇ હતી. આથી ડીઝલ ચોર હુમલાખોરો અંધારાનો લાભ ઉઠાવી પોતાની સ્વીફ્ટ કાર સ્થળ પર મૂકી પલાયન થઇ ગયા હતા.

કાલોલ પીએસઆઇ પર હુમલો તેમજ તેમના દ્વારા ફાયરિંગ ની ઘટનાની ગંભીરતાને લઇ ડીવાયએસપી સહીતના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં સ્થળ પર તપાસ કરતા નંબર વગરની સ્વીફ્ટ કારમાંથી સંતાડી રાખેલી નંબર પ્લેટ, ડીઝલ ચોરી માટે વપરાતી પાઇપ, તેમજ ડીઝલ ભરેલા અને ખાલી કેરબા મળી આવ્યા હતા. ઘટના સ્થળે ફાયરિંગ થયું હોવાથી અને આરોપીઓ ફરાર થયા હોવાથી તેમનું પગેરું મેળવવા એફએસએલની ટીમની પણ મદદ મેળવવામાં આવી હતી. હાલ પોલીસને આ સમગ્ર ઘટનામાં એક આરોપી મફૉ ઉર્ફે મહીપત કે જે ડેસર તાલુકાના અમરાપુરા ગામનો વતની હોવાનુ ગાડીમાંથી મળેલા દસ્તાવેજોના આધારે અને કાલોલ પીએસઆઇ દ્વારા કરાયેલી ઓળખના આધારે હોવાનુ બહાર આવ્યું હતું

હાલ તો કાલોલ પોલીસે ઘટના સંદર્ભે ચાર ઈસમો વિરુદ્ધ હત્યાની કોશિશ, ચોરી સહીતના ગુનાઓ નોંધી જેનું નામ બહાર આવ્યું છે. તે મફૉ ઉર્ફે મહીપત તેમજ અન્ય ફરાર અને સંડોવાયેલા આરોપીઓને શોધી કાઢવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પંચમહાલમાં આતંક મચાવનાર ડીઝલ ચોર ટોળકીનું પગેરું મેળવવામાં તો હાલ પંચમહાલ પોલીસને સફળતા મળી છે અને પોલીસ એવો આત્મવિશ્વાસ પણ બતાવ્યો છે કે, ટૂંક સમયમાં આરોપીઓ પોલીસના હાથમાં હશે. ત્યારે આ ડીઝલ ચોરી પ્રકરણમાં મોટી ગેંગ સંડોવાયેલી હોવાની પણ શક્યતાઓ નકારી શકાય તેમ નથી.

Intro:

છેલ્લા ઘણા સમય થી પંચમહાલ ના કાલોલ અને હાલોલ વિસ્તાર માં ડીઝલ ચોર ટોળકીએ આતંક મચાવ્યો હતો.ત્યારે ગત રાત્રી ના કોમ્બિંગ નાઈટ દરમ્યાન બાતમી ના આધારે કાલોલ પોલીસે કાર માં આવેલ ટોળકી નો ફિલ્મીઢબે પીછો કરતા ડીઝલ ચોર ગેંગ ના સભ્યો એ પોલીસ પર હુમલો કરતા કાલોલ પી.એસ.આઈ એ 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

પંચમહાલ ના કાલોલ અને હાલોલ વિસ્તાર માં છેલ્લા ઘણા સમય થી તરખાટ મચાવતી ડીઝલ ચોર ગેંગ સક્રિય થઇ હતી.હાલોલ કાલોલ રોડ પર મોટી સંખ્યા માં પેટ્રોલ પમ્પ અને હોટેલો આવેલી છે જ્યાં મોટી સંખ્યા માં બહાર થી આવતા મોટા વાહનો રાત્રી રોકાણ કરતા હોય છે.અને ખાસ કરી ને આ વિસ્તાર માં ઓટોમોબાઇલ હબ તરીકે વિકસી રહેલ હાલોલ જીઆઇડીસી પણ આવેલ છે જ્યાં માલ સામાન ની હેરફેર માટે આવતા મોટા વાહનો ખાનગી પાર્કિંગ પ્લોટ માં પોતાના નમ્બર આવા ની રાહ માં બે થી ત્રણ દિવસ રોકાતા હોય છે.ત્યારે આવા મોટા વાહનો માંથી ખુબ જ સહેલાઇ થી આવા વાહનો માંથી ડીઝલ ચોરી કરતી ગેંગ છેલ્લા ઘણા સમય થી કાલોલ અને હાલોલ વિસ્તાર માં સક્રિય થઇ હતી.મોટાભાગે બહાર ના રાજ્યો માંથી આવતા મોટા વાહનો ને જ ટાર્ગેટ બનાવી તેમાંથી ડીઝલ ચોરી કરતા હતા.જેને લીધે ડીઝલ જેવી સામાન્ય ચોરી ની ફરિયાદ કરવા નું વાહન માલિકો ટાળતા હતા પરંતુ પંચમહાલ પોલીસ ને આ બાબત ની અનેક મૌખિક ફરિયાદો મળી હતી.ડીઝલ ચોરી કરતી આ ગેંગ પોતાના કાર્ય માં એટલી તો નિપુણતા હાંસલ કરી હતી કે હવે તેઓ લોકલ મોટા વાહનો જે રોડ ઉભા રહ્યા હોય તેવા વાહનોમાંથી પણ ડીઝલ ચોરી ને રફુચક્કર થઇ જતા હતા.આ ડીઝલ ચોર ગેંગ ડીઝલ ચોરી કરવા માટે મોંઘી કાર રાખતા હતા જેથી તેમની પર કોઈ શક ન કરે.પંચમહાલ પોલીસ ડીઝલ ચોર ગેંગ ની કરતૂતો થી એટલી ત્રસ્ત થઇ ગઈ હતી કે આ ટોળકી ઝડપી પાડવા માટે બાતમીદારો નો સહારો લઇ વોચ ગોઠવી હતી.

ગત રાત્રી ના પોલીસ ની કોમ્બિંગ નાઈટ હોય હાલોલ ટાઉન પોલીસ ને ખાનગી બાતમીદાર દ્વારા સચોટ બાતમી મળી હતી કે એક શંકાસ્પદ સ્વીફ્ટ કાર હાલોલ જીઆઇડીસી વિસ્તાર માં વાહનો ની આસપાસ ફરતી દેખાઈ રહી છે જેને આધારે હાલોલ ટાઉન પીએસઆઇ દ્વારા આ શંકાસ્પદ સ્વીફ્ટ કાર ને શોધી તેનો પીછો કરતા આ કાર પોલીસ ને જોઈ કાલોલ તરફ જતા કાલોલ પોલીસ ને આ બાબત થી માહિતગાર કરવા માં આવતા કાલોલ પોલીસ મધવાસ ખાતે બનાવેલ ચોકી પર નાકાબંધી કરી હતી પોલીસ ને રોડ પર ઉભેલી જોતા જ સ્વીફ્ટ કાર ચાલકે બેરિકેટિંગ તોડી ભાગવા જતા વચ્ચે પોલીસે રોકવા નો પ્રયત્ન કર્યો હતો.ફિલ્મી ઢબે સર્જાયેલા આ ઘમાસાણ માં એક જીઆરડી જવાન ને બન્ને પગે સ્વીફ્ટ કાર ફરી વળતા ફ્રેક્ચર થયું હતું। બેરિકેટિંગ તોડી ભાગેલ કાર નો પીછો કાલોલ પી એસ આઈ એ પોતાની ખાનગી કાર થી શરુ કર્યો હતો સ્વીફ્ટ કાર નો પીછો કરતા કાલોલ પીએસઆઇ સાવલી તાલુકા ના ધનતેજ ગામ સુધી પહોંચી ગયા હતા જ્યાં સુમસાન રસ્તા પર સ્વીફ્ટ કાર રોકાતા પીએસઆઇ એ પોતાની કાર પણ થંભાવી દીધી હતી.જ્યાં સ્વીફ્ટ કાર માંથી ઉતરેલા ચાર જેટલા ઈસમો એ પીએસઆઇ ની કાર પર હુમલો કર્યો હતો પીએસઆઇ એકલા હોય પોતાની પર હુમલો થતા જોઈ સ્વબચાવ અને હુમલાખોરો ને રોકવા ના પ્રયાશ માં બે રાઉન્ડ હવા માં ફાયરિંગ કર્યું હતું।તેછતાં આ ટોળકી ના ઈસમો પીએસઆઇ સામે આવતા પીએસઆઇ એ પોતાની સર્વિસ રિવોલ્વોર થી સીધું ફાયરિંગ કરતા ગોળી સ્વીફ્ટ કાર ને જઈ વાગી હતી.સીધું ફાયરિંગ થતા ડીઝલ ચોર હુમલાખોરો અંધારા નો લાભ ઉઠાવી પોતાની સ્વીફ્ટ કાર સ્થળ પર મૂકી પલાયન થઇ ગયા હતા.

કાલોલ પીએસઆઇ પર હુમલો તેમજ તેમના દ્વારા ફાયરિંગ ની ઘટના ની ગંભીરતા ને લઇ ડીવાયએસપી સહીત ના અધિકારીઓ નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.જ્યાં સ્થળ પર તપાસ કરતા નમ્બર વગર ની સ્વીફ્ટ કાર માંથી સંતાડી રાખેલ નમ્બર પ્લેટ,ડીઝલ ચોરી માટે વપરાતી પાઇપ,તેમજ ડીઝલ ભરેલા અને ખાલી કેરબા મળી આવ્યા હતા.ઘટના સ્થળે ફાયરિંગ થયું હોય અને આરોપીઓ ફરાર થયા હોય તેમનું પગેરું મેળવવા એફએસએલ ની ટિમ ની પણ મદદ મેળવવા માં આવી હતી.હાલ પોલીસ ને આ સમગ્ર ઘટના માં એક આરોપી મફૉ ઉર્ફે મહીપત કે જે ડેસર તાલુકા ના અમરાપુરા ગામ નો વતની હોવા નું ગાડી માંથી મળેલ દસ્તાવેજો ના આધારે અને કાલોલ પીએસઆઇ દ્વારા કરાયેલ ઓળખ ના આધારે હોવા નું બહાર આવ્યું હતું

બાઈટ : મનોજ સંગત્યાણી , સી પી આઈ , હાલોલ સર્કલ

Body:
હાલ તો કાલોલ પોલીસે ઘટના સંદર્ભે ચાર ઈસમો વિરુદ્ધ હત્યા ની કોશિશ,ચોરી સહીત ના ગુનાઓ નોંધી જેનું નામ બહાર આવેલ છે તે મફૉ ઉર્ફે મહીપત તેમજ અન્ય ફરાર અને સંડોવાયેલા આરોપીઓ ને શોધી કાઢવા ના ચક્રો ગતિમાન કર્યા છે. પંચમહાલ માં આતંક મચાવનાર ડીઝલ ચોર ટોળકી નું પગેરું મેળવવા માં તો હાલ પંચમહાલ પોલીસ ને સફળતા મળી છે અને પોલીસ એવો આત્મવિશ્વાસ પણ બતાવી રહી છે કે ટૂંક સમય માં આરોપી ઓ પોલીસ ના હાથ માં હશે ત્યારે આ ડીઝલ ચોરી પ્રકરણ માં મોટી ગેંગ સંડોવાયેલી હોવા ની પણ શક્યતાઓ નકારી શકાય તેમ નથી
Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.