પંચમહાલઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 18 મે (શનિવારે) સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ મંદિરે (PM Modi Pavagadh Visit) આવશે. અહીં તેઓ મહાકાળી માતાજીની પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ દાયકાઓ પછી માતાજીના મંદિરના શિખર પર થનારા ઐતિહાસિક ધ્વજારોહણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે (Flag hoisting by the Prime Minister at Pavagadh) કરાશે. જોકે, વડાપ્રધાનના આગમનને લઈને ભક્તોમાં વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
18 જૂન સુધી ભક્તો મંદિરમાં નહીં કરી શકે દર્શન - તો જિલ્લા વહીવટી તંત્ર અને પાવાગઢ મહાકાળી માતાજીના મંદિર ટ્રસ્ટે (Pavagadh Mahakali Mataji Temple Trust) વડાપ્રધાનના આગમન માટેની તૈયારી (Preperation for PM Modi arrival in Pavagadh) શરૂ કરી દીધી છે. મહાકાળી મંદિર ટ્રસ્ટે (Pavagadh Mahakali Mataji Temple Trust) 14 જૂને પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં ટ્રસ્ટે જણાવ્યું હતું કે, વડાપ્રધાનની સુરક્ષાને ધ્યાનમાં રાખી 16 જૂનથી 18 જૂન સુધી પાવાગઢ મંદિર ભક્તો માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો- Dholera Airport project : 1305 કરોડ મંજૂર કરતાં પીએમ મોદી, જૂઓ શું થશે ફાયદો
મંદિરના શિખર પર સોનાના ધ્વજદંડ પર ધ્વજારોહણ કરાશે - મંદિર ટ્રસ્ટે (Pavagadh Mahakali Mataji Temple Trust) જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થનારા ઐતિહાસિક ધ્વજારોહણ (Flag hoisting by the Prime Minister at Pavagadh) સહિતના કાર્યક્રમો માઈભકતો ચેનલના માધ્યમથી લાઈવ જોઈ શકશે. જ્યારે 18 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢ ખાતે પધારી સૌપ્રથમ ભગવાન ભૈરવ દાદાના દર્શન કરશે. ત્યારબાદ મંદિર ખાતે મહાકાળી માતાજીની પૂજા-અર્ચના કરી તેમના ચરણોમાં શિશ ઝૂકાવી આશિર્વાદ મેળવશે. ત્યારબાદ મંદિર પરિસરમાં મંદિર ખાતે થનાર ઐતિહાસિક ધ્વજારોહણમાં ધજાજીની પૂજા પાઠ કરી આરતી સહિતના કાર્યક્રમો યોજાશે. છેવટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે દાયકાઓ બાદ મંદિરના શિખર પર સોનાના ધ્વજદંડ પર ધ્વજારોહણનો (Flag hoisting by the Prime Minister at Pavagadh) કાર્યક્રમ યોજાશે. અહીંથી વડાપ્રધાન દેશની જનતાને પણ સંબોધન કરશે.
આ પણ વાંચો- PM મોદીના આ કાર્યથી પ્રાઈવેટ પ્લેયરને સ્પેસમાં મળશે મોકો
સુરક્ષા એજન્સીઓએ તૈયારી શરૂ કરી - વડાપ્રધાન સાથે વિવિધ પ્રધાનો સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે. ત્યારે આ તમામના આગમન અંગેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વિવિધ સુરક્ષા એજન્સીઓએ પણ પાવાગઢ ખાતે સુરક્ષા અને સલામતીના ભાગરૂપે તમામ પ્રકારની તૈયારી શરૂ કરી દીધી છે.