પંચમહાલ લોકસભા બેઠક ઉપર શાંતિપુર્ણ માહોલમાં મતદાન પુર્ણ થતા વહીવટી અને પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. સવારથી જ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યા બાદ બપોરે ગરમીના સમય હોવાને મતદાન ધીમુ થયુ હતુ. ત્યારબાદ સાંજે કુલ 61.69 જેટલુ મતદાન નોધાવા પામ્યુ હતુ. ભાજપના રતનસિંહ રાઠોડ અને કોંગ્રેસના ઉમેદવાર વી.કે.ખાંટ સહિત અન્ય ચાર ઉમેદવારના ભાવી EVM મશીનમાં થયા સીલ થયા હતા. પંચમહાલ લોકસભા 17,43,233 લાખ જેટલા કુલ મતદારોમાથી 5,77,222 પુરુષ મતદારોની સંખ્યા અને મહિલા મતદારોની સંખ્યા 4,98,108 એમ મળીને 10,75,336 જેટલા મતદારોએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો.
મતદાન કરનાર મહિલા- પુરુષ મતદારો ટકાવારી જોવામાં આવે તો 64.34 % પુરુષ મતદારોની ટકાવારી,તેમજ મહિલા મતદારોની ટકાવારી 58.87 % નોધાઇ હતી.પંચમહાલ લોકસભાના વિસ્તારમાં આવતા વિધાનસભા મત વિસ્તારોની અંતિમ ટકાવારી નીચે પ્રમાણે છે.
- ગોધરા- 64.12
- કાલોલ-70.29
- મોરવા હડફ-60.68
- શહેરા- 61.32
- લુણાવાડા-58.19
- બાલાશિનોર -58.59
- ઠાસરા-58.15