ETV Bharat / state

Panchmahal Crime : ઓનલાઈન ગેમમાં બધું ગુમાવ્યું, રુપિયા પણ, જીવન પણ, લાલબત્તી સમાન કિસ્સો જાણો

ઓનલાઈન જુગારની ગેમ રમતા એક યુવક જિંદગીની ગેમ હારી બેઠો હોવાનો સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો પંચમહાલથી સામે આવ્યો છે. જ્યાં એક યુવાન ગેમમાં મોટી રકમ હારી જતા આત્મહત્યા કરી લીધી છે. Panchmahal Crime : ઓનલાઈન ગેમમાં બધું ગુમાવ્યું, રુપિયા પણ, જીવન પણ, લાલબત્તી સમાન કિસ્સો જાણો

Panchmahal Crime : ઓનલાઈન ગેમમાં બધું ગુમાવ્યું, રુપિયા પણ, જીવન પણ, લાલબત્તી સમાન કિસ્સો જાણો
Panchmahal Crime : ઓનલાઈન ગેમમાં બધું ગુમાવ્યું, રુપિયા પણ, જીવન પણ, લાલબત્તી સમાન કિસ્સો જાણો
author img

By

Published : Aug 12, 2023, 8:52 PM IST

ગેમમાં મોટી રકમ હારી જતા આત્મહત્યા

પંચમહાલ : આજકાલ ઓનલાઈન ગેમિંગના રવાડે ચડેલા યુવાનો દેવાના ડુંગર તળે દબાઈ જતા અંતિમ પગલું ભરતા અચકાતા નથી. તેમાંય ઓનલાઈન જુગાર રમાડતી એપ્લિકેશનની જ્યારે ભરમાર જોવા મળી રહી છે ત્યારે આવા સમયે મોબાઈલ વપરાશકર્તાઓ આવી એપ્લિકેશનની જાળમાં ફસાઈ જતા જોવા મળે છે. આવો જ એક બનાવ પંચમહાલથી સામે આવ્યો જ્યાં એક યુવાન રમી ગેમ રમતા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જતા એક સ્યૂસાઈડ નોટ લખી આત્મહત્યાનું પગલું ભર્યું છે.

વિનોદ મારી સાથે કામ કરતો હતો. ગેમ રમતા રમતા હારી ગયો. છેલ્લા બે ત્રણ મહિનાથી કોક પાસેથી શીખીને ગેમ રમતો હતો અને હારી ગયો અનેે મરી ગયો. એ મારી સાથે કામ કરતો હતો. ભણેલાં ગણેલા હતા. સુપરવાઈઝર બનાવેલા હતા. મેં કીધું કે આ બધું બંધ કરી દે આ સારું નહીં આપડે. જે કામ કરીને જે કમાઈ રહ્યા છે એ બરાબર છે. માબાપની સેવા કરો એમ મેં સલાહ આપી હતી પણ મારું કઈ સાંભળ્યું નહીં અને આજે છેલ્લે છેલ્લે મરવું પડ્યું. રસુલભાઈ મછાર (સાથે કામ કરનાર)

મજૂરીકામ કરતો હતો યુવક : ઓનલાઇન ગેમમાં રુપિયા હારી આત્મહત્યા કરનારા યુવક વિશે જાણવા મળ્યા મુજબ તે પંચમહાલના ગોધરા રેલવે પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ બાકરોલ રેલવે સ્ટેશન નજીક ઝૂંપડું બાંધી રહેતો હતો. આ યુવકની ઓળખ રેલવેના કોન્ટ્રાક્ટમાં મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના જાંબુઆના 30 વર્ષીય વિનોદ પારધી તરીકે થઇ છે.

ત્રણ લાખ રુપિયા હારી ગયો : વિનોદ પારધી નામના આ યુવકને ઓનલાઈન રમી નામની ગેમનો એવો ચસ્કો લાગી હતો કે તે પોતાની મજૂરીથી કમાયેલા પૈસા આવી ગેમમાં રોકી જુગાર રમતો હતો. કેટલીક વખત સારા પૈસા મળતાં આ ગેમ રમવાનો તેનો ચસકો વધુ મજબૂત બન્યો હતો. જેને લઇને પોતાની બચતના અંદાજીત 3 લાખ રૂપિયા જેટલી માતબર રકમ તેણે ઓનલાઇન જુગારની રમીની રમતમાં દાવ પર લગાડી હતી. જોકે આ તમામ રકમ તે હારી ગયો હતો.

રુપિયા હારી જતાં ડિપ્રેશનમાં આવી ગયો : રુપિયા ત્રણ લાખ જેવી મોટી રકમ રમીમાં હારી જનાર વિનોદ પારધી હવે ડિપ્રેશનમાં આવી ગયો હતો. પોતે હવે શું કરશે અને પરિવારને શું મોઢું બતાવશે તેવા વિચારોથી ઘેરાયેલા વિનોદે પોતે એક સ્યૂસાઈડ નોટ લખી તેમાં પોતાની વ્યથા વર્ણવી હતી. જેમાં તેણે પોતાના મરવાનું કારણ દર્શાવ્યું હતું અને માફી પણ માગી હતી. જે બાદ પોતે જ્યાં રહેતો હતો તે ઝૂંપડપટ્ટીની સામે રેલવેના નવા બનેલ કવાર્ટરની જાળી પાસે મોતને વ્હાલું કર્યું હતું.

ગઈ કાલનો આ બનાવ છે. બાકરોલ રેલવે કોલેનીમાં મરણ ગયેલ છે. જેનું નામ વિનોદભાઈ છે. લેબર કોન્ટ્રેક્ટમાં કામ કરતા હતા. પાસે મળેલ સ્યૂસાઈડ નોટ માં ઓનલાઈન રમી ગેમમાં 3 લાખ હારી જતા આ પગલું ભરેલ છે. સ્યુસાઈડ નોટ કબજે કરી છે અને હાલ પીએમ માટે કાલોલ રેફરલ ખાતે આવેલ છીએ. ઓન લાઈન કોઈપણ પ્રકારની ગેમ રમવી ન જોઈએ એ બરબાદી કરી નાખે છે...બાબુભાઈ (હેડ કોન્સ્ટેબલ, ગોધરા રેલવે વિભાગ)

ગોધરા રેલવે પોલીસે કરી કાર્યવાહી : મૃતક યુવકનો શ્રમજીવી પરિવારના પોતાના આધારસ્તંભ જેવા પુત્રના આત્મહત્યાના સમાચારના પગલે ભાંગી પડ્યો હતો. વિનોદના મોતના સમાચાર સાંભળી પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી. ઘટનાને પગલે ગોધરા રેલવે પોલીસે વિનોદની ડેડબોડીને પી.એમ અર્થે મોકલી સ્યૂસાઈડ નોટ કબજે કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  1. Ahmedabad Crime : ડેટિંગ એપથી દિલ્હીના વેપારીને હોટલમાં બોલાવ્યો, રુમમાં ટ્રાન્સજેન્ડરે કર્યું એવું કામ કે થઇ ધરપકડ
  2. Deafness Case : ઈયરબડ્સનો ઉપયોગ પડશે મોંઘો, સોલા ENT ડિપાર્ટમેન્ટના ડોક્ટરે આપી માહિતી...
  3. Ahmedabad Crime: ગેમ ઝોનમાં બેડ બોયઝની બબાલ, કિશોરોને માર મારતાં પોલીસ ફરિયાદ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.