દુનિયામાં હાહાકાર ફેલાવીને જીવ લેનારા કોરોના વાયરસને લઈને પંચમહાલ જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લાવાસીઓને વાયરસને લઈને ભયનો માહોલ ન સર્જાય તેમ જ સાચી માહિતી મળેએ હેતુથી જનરલ પ્રેક્ટિસનર્સનો સહયોગ લેવામાં આવી રહ્યો છે.
જિલ્લામાં અત્યાર સુધી કોઈ કોરોના વાયરસના દર્દીઓ નોંધાયા નથી પણ ચેપના કેસોની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે આઇસોલેશન વૉર્ડ ઉભો કરવામા આવ્યો છે. અહીં વેન્ટીલેટરની સુવિધા પણ કરવામાં આવી છે. ગોધરાની બ્લોક હેલ્થ કચેરી ખાતે 10 બેડનો કોરોન્ટાઇન રૂમ ઉભો કરવામાં આવ્યો છે. ખાનગી હોસ્પિટલના દર્દીઓને પણ આઈસોલેશન વોર્ડ ઉભો કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રોટકશન કીટ, એન 95 માસ્ક, 3 લેયર માસ્ક પણ પહોંચાડવામાં આવ્યા છે.