પંચમહાલ: ગોધરામાં NIAની 3 ટીમો (NIA Team In Godhra) આવી છે. મહારાષ્ટ્રની 2 અને ચેન્નાઈની એક મળીને 3 ટીમો ગોધરામાં આવી છે. NIA દ્વારા ગોધરા શહેરની એક મહિલા અને 2 યુવકોને SP કચેરી (sp office godhra) લાવવામાં આવ્યાં હતાં, જ્યાં તેમની પૂછપરછ (NIA Interrogation In Godhra) કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સૂત્રો પ્રમાણે કથિત જાસૂસીકાંડ (Spying In Godhra) પ્રકરણમાં નિવેદન લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો: કોણ છે IPS અરવિંદ દિગ્વિજય નેગી, કે જેની NIA દ્વારા 'ટેરર કનેક્શન'ના આરોપમાં કરાઈ ધરપકડ
પશ્ચિમ વિસ્તારમાં મોડી રાત્રે સર્ચ ઓપરેશન- NIAએ સ્થાનિક પોલીસ ટીમો સાથે રાખીને ગોધરા શહેરના પશ્ચિમ (Godhra west area) વિસ્તારમાં મોડી રાત્રે સર્ચ (NIA Search Operation In Godhra) કર્યું હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ હૈદરાબાદની ટીમ દ્વારા ગોધરાની મુલાકાત લઈને કેટલાક સભ્યોના નિવેદનો લેવામાં આવ્યાં હતાં. NIA દ્વારા મોબાઈલ ફોન કબજે લઈ તેમને વધુ તપાસ માટે લઈ જવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચો: ભારતમાં પગ જમાવવાની તૈયારી કરી રહ્યું છે ISIS, NIAએ જારી કર્યો હૉટલાઇન નંબર
ઉત્તર પ્રદેશ NIA પણ ગોધરા આવી હતી- ગોધરા શહેર 2 વર્ષ દરમિયાન 2 વખત બહારના રાજ્યોની NIA ટીમ આવી ચુકી છે. આ પહેલાં ભારતીય સેનાના જાસૂસીકાંડ (Spying in the Indian Army)માં ગોધરાના અનસ ગીતેલીની સંડોવણી બહાર આવી હતી અને ગોધરાના પોલનબજાર (godhra polan bazar) વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશ NIA દ્વારા અનસ ગીતેલીના સંપર્કમાં આવેલા 25 જેટલા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.