પંચમહાલ : જમીનના મુદ્દે એક વ્યક્તિની હત્યા કરવાની ઘટનામાં પંચમહાલ સેશન્સ કોર્ટે (Panchmahal Sessions Court) એક જ પરિવારના પાંચ સભ્યોને આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2020ના જૂન માસમાં ગોધરા તાલુકાના મીરાપુર પાસે એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના બનાવ અંગે શહેરા પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો. (Murder over Jamim in Mirapur)
સજાનો બનાવ ઇતિહાસમાં પ્રથમ આ હત્યાનો કેસ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટમાં ચાલતા જિલ્લા સરકારી વકીલ આર.એસ. ઠાકોરની મદદથી મદદનીશ સરકારી વકીલ આર. એમ. ગોહિલની ઉગ્ર દલીલોને ગ્રાહ્ય રાખીને મુખ્ય ન્યાયાધીશ જે.સી. દોષીએ એક જ પરિવારના પાંચ સભ્યોને આજીવન કેદની સજાનો હુકમ કરતાં કોર્ટ સંકુલમાં સન્નાટો વ્યાપી ગયો હતો. જેમાં એક જ પરિવારના સભ્યોમાં ત્રણ પુરુષ અને બે મહિલાઓનો આરોપી છે. કોર્ટ સંકુલમાંથી મળતી માહિતી મુજબ એક જ પરિવારના પાંચ સભ્યોને આજીવન કેદની સજા થઈ હોય એવી પંચમહાલ કોર્ટના ઇતિહાસમાં પ્રથમ બનાવ હોવાનું જાણવા મળી રહ્યું છે. (Panchmahal court sentenced murder case)
શું હતો સમગ્ર મામલો બનાવ અંગેની વિગતવાર વાત કરીએ તો, આજથી બે વર્ષ પહેલા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મીરાપુર ગામમાં યુવાનને તીક્ષ્ણ હથિયારના ઘા વાગતા યુવાનનું મૃત્યુ નિપજયું હતું. જમીન બાબતે થયેલી તકરાર ઉગ્ર બનતા થયેલી મારામારીમાં પોતાના મામાને બચાવવા માટે ગયેલા ભાણિયાને ગંભીર ઈજાઓ પહોંચાડતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે ગણતરીના દિવસમાં આરોપીને પકડીને જેલમાં મોકલી આપ્યો હતો.
મામા અને ભાણેજ જમીન જોવા ગયા પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નસીરપુર ગામના વતની ભરત ગઢવીએ થોડા સમય અગાઉ શહેરા તાલુકાના મીરાપુર ગામમાં આવેલ અને ગોધરા લુણાવાડા હાઈવે નજીક આવેલા જમીન ગોધરાના જીતુ રાવળ પાસેથી વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. જે તે સમયે ભરત ગઢવી તેના મામા શામત ગઢવી સાથે પોતે ખરીદ કરેલી જમીન જોવા માટે પોતાની કારમાં ગયા હતા. મામા અને ભાણેજ જમીન જોવા માટે સ્થળ પર પહોંચી પોતાની કારમાં બેસીને જમીન જોતા હતા. તે દરમિયાન આ જમીનના મૂળ મલિક ભલા બામણીયા તેમનો પુત્ર ધર્મેન્દ્ર બામણીયા તેમજ તેમના પરિજનો ધસી આવેલા અને ભરત ગઢવી તેમજ શામત ગઢવી સાથે જમીન બાબતે તકરાર કરી હતી. (Life sentence family in Panchmahal)
આ પણ વાંચો તિસ્તા સેતલવાડ અને આર બી શ્રીકુમારની જામીન અરજી ફગાવતી કોર્ટ, અવલોકનમાં શું કહ્યું જૂઓ
માથાના ભાગે ધારિયું લાગ્યું આ જમીન અમારી છે તમે કબ્જો કરવા માટે કેમ આવ્યા છો તેમ જણાવી ભલા બામણીયા દ્વારા ઉગ્ર બોલાચાલી સાથે મારામારી કરી હતી. આ દરમિયાન વધુ ઉશ્કેરાયેલા ભલા બામણીયાએ પોતાની સ્કોપીયો કારમાંથી ધારિયું કાઢી લાવી શામત ગઢવીના પીઠના ભાગે મારવા જતા હતા. જે દરમિયાન પોતાના મામાને બચાવવા માટે વચ્ચે પડેલા ભાણેજ ભરત ગઢવીને માથાના ભાગે ધારિયું લાગતા ગંભીર ઇજા પહોંચી હતી. ભલા બામણીયાએ બાદમાં ભરત ગઢવીને પેટના ભાગે પણ ધારિયાથી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી, ત્યારબાદ તુરંત જ ગાંભીર થયેલા યુવાન ભરતને સારવાર માટે ગોધરા હોસ્પિટલ પહોંચાડ્યો હતો. (Panchmahal Crime News)
સારવાર દરમિયાન મૃત્યુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત મામા ભાણેજ દ્વારા પોતાના સ્વજનોને સમગ્ર બાબતની જાણ કરી હતી. સ્વજનો દ્વારા શહેરા પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજા પામેલા શામત ભાઈ તેમજ ભરત ગઢવીને સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ભરત ગઢવીનું મૃત્યુ નિપજ્યું હતું. જમીન બાબતે થયેલી તકરારમાં નસીરપુર ગામના આશાસ્પદ યુવકનું મૃત્યુ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચવા પામી હતી. પોલીસ દ્વારા સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં 5 વ્યક્તિઓ વિરુદ્ધનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પરિવારના સભ્યોને આજીવન તે સમય દરમિયાન જિલ્લા પોલીસ વડા દ્વારા ગુનાની ગંભીરતાને લઇને પોલીસની અલગ અલગ ટુકડી બનાવી આરોપીને શોધખોળ હાથ ધરી હતી, ત્યારબાદ ગણતરીના કલાકોમાં આરોપી દલપત ભલા બામણીયા, ધર્મેન્દ્ર દલપત બામણીયા, લીલા દલપત બામણીયા, હરીશ રાયજી, સોલંકી હશાપુરને પકડી પાડીને કોરોનના ગાઈડલાઈન મુજબ તે આરોપીને ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ટેસ્ટ કર્યા બાદ તમામ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં આજ રોજ કોર્ટ દ્વારા એક જ પરિવારના 5 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. (Panchmahal court sentenced murder case)