ETV Bharat / state

પંચમહાલના પાલીખંડા ગામના સ્વયંભુ મરડેશ્વર મહાદેવનો જાણો મહિમા... - શિવલિંગ

પંચમહાલઃ હિન્દુ મહિનામાં આવતા શ્રાવણ માસમાં શિવ આરાધનાનો અને પૂજન અર્ચન ભક્તિ કરવાનો વિશેષ મહિમા રહેલો છે શિવભક્તો ભગવાન ભોળાનાથની તન-મન-ધનથી પૂજા કરી શિવલિંગ ઉપર જલાભિષેક પુષ્પો અર્પણ કરીને ધન્યતા અનુભવે છે ભોળાનાથ ભક્તોને કદી નિરાશ કરતા નથી ગુજરાતમાં અનેક જગ્યાએ સ્વયંભૂ શિવલિંગ ધરાવતા મંદિરો આવેલા છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલું મરડેશ્વર મહાદેવ ના નામથી ઓળખાતું આ પૌરાણિક અને સ્વયંભૂ આઠ ફૂટ ની ઊંચાઈ વાળું શિવલિંગ ધરાવતું મંદિર વર્ષોથી ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે.

પંચમહાલના પાલીખંડા ગામના સ્વયંભુ મરડેશ્વર મહાદેવનો જાણો મહિમા...
author img

By

Published : Aug 9, 2019, 6:55 AM IST

Updated : Aug 9, 2019, 7:00 AM IST

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે શિવ મંદિરોમાં ભાવિક ભક્તો પણ શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલા પૌરાણિક મરડેશ્વર મહાદેવના મંદિરનોઅનોખો મહિમા છે. આ મંદિર જિલ્લાના વડા મથક ગોધરા થી માત્ર ૩૦ કિલોમીટરના અંતરે આવેલું છે. વધુમાંઆ મંદિર હાલોલ શામળાજી માર્ગ હાઈવેને અડીને આવેલુ હોવાથી અહીં જતા-આવતા લોકો દર્શન કરવાનું ચૂકતા નથી. આ આ મરડેશ્વર મહાદેવના મંદિરની વિશેષતા તેનું આઠ ફૂટની ઊંચાઈ ધરાવતું શિવલિંગ છે.આ શિવલિંગ સ્વયંભૂ છે તેની પાછળ અનેક દંતકથાઓ જોડાયેલી છે.

પંચમહાલના પાલીખંડા ગામના સ્વયંભુ મરડેશ્વર મહાદેવનો જાણો મહિમા...

એક દંતકથા અનુસાર પુરાતનકાળમાં અહીં આવેલી શિવપૂરી નગરી ( હાલનું શહેરા)ના કેટલાક બ્રાહ્મણો ચિંતામણી પાતાળેશ્વર ના શિવલિંગને મરડ માટીમાંથી બનાવી રહ્યા હતા. તે સમયે અહીં કેટલાક ઋષિમુનિઓ પસાર થતા હતા તેમને આ બનાવી રહેલા શિવલિંગને પાણીની અંજલિ છાંટતા એકલિંગ બન્યું જે પાછળથી મરડેશ્વર મહાદેવ તરીકે ઓળખાયું આ શિવલિંગ મરડ પથ્થરમાંથી બનેલું હોવાથી મરડેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે.

કહેવાય છે કે રાજવી કાળમાં અહીં નજીક આવેલા લુણાવાડા સ્ટેટના મહારાજાઓ તેમજ ઉત્તર ગુજરાતના પાટણ સ્ટેટના મહારાજા પણ મરડેશ્વર મહાદેવ ના દર્શન કરવા આવતા હતા. આ મંદિરનું શિવલિંગ સ્વયંભૂ અને આઠ ફૂટ જેટલુ ઊંચું છે. શિવલિંગની ઉપરના ભાગે એક નાનો ખાડો છે જેમાંથી પાણીની અવિરત ધારા વર્ષોથી વહેતી રહે છે જે ચમત્કારથી કમ નથી. જેને ગંગાજળ કહેવામાં આવે છે.

માત્ર અન્ય સ્થાનિક નહીં પણ અન્ય રાજ્યોના ભક્તો પણ દર્શન કરવા આવે છે.શ્રાવણ મહિનામાં અહીં ભકતોનું ઘોડાપૂર ઊમટે છે. જન્માષ્ટમી નો મેળો ભરાય છે મંદિરમાં વિવિધ યજ્ઞો થતા રહે છે શ્રાવણની અમાસે મહાપૂજાનું આયોજન થાય છે. ભક્તો અહીં મરડેશ્વર મહાદેવ ના શિવલીંગને જલાભિષેક, દુધ,બિલીપત્ર,ફળ અને ફૂલ ચઢાવે છે વધુમાં આ મંદિર સાથે બીજી એક કિવદંતી જોડાયેલી છે જે અનુસાર દર વર્ષે આ શિવલિંગ ચોખાના દાણા જેટલું વધે છે અને વધતું વધતું છે મંદિરની છત ઉપર અડી જશે ત્યારે પૃથ્વી પર પ્રલય આવશે જો કે આ માત્ર એક દંતકથા છે મરડેશ્વર દાદાના દર્શન કરનારને સુખ-શાંતિ સંપત્તિ સંતાનસુખ મળે છે અને દાદા ભક્તોની સર્વ મનોકામના પૂર્ણ કરે છે.

Intro:મરડેશ્વર મહાદેવ મંદિરના વિડીઓ

Body:મરડેશ્વર મહાદેવ મંદિરના વિડીઓ

Conclusion:મરડેશ્વર મહાદેવ મંદિરના વિડીઓ
Last Updated : Aug 9, 2019, 7:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.