ETV Bharat / state

વ્યાસડા ગામે ભૂંડનો આતંક, એક સાથે ત્રણ વ્યક્તિ પર કર્યો હૂમલો - Wild animal attack in Vyasada village

કાલોલ તાલુકાના વ્યાસડા ગામે 75 વર્ષીય વૃદ્ધ પર જંગલી ભુંડે હુમલો (Boar attack at Vyasda village) કરતા ભાગદોડ મચી ગઈ હતી. વૃદ્ધને બચાવવા ગયેલા ભાઈ ભત્રીજા પર પણ આ જંગલી ભુંડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજા થતાં તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. (Boar attacked old man in Vyasda village)

વ્યાસડા ગામે ભૂંડ બન્યો જંગલી, એક સાથે ત્રણ ત્રણ વ્યક્તિ પર કર્યો હુમલો

author img

By

Published : Dec 13, 2022, 4:51 PM IST

Updated : Dec 13, 2022, 9:32 PM IST

પંચમહાલ : કાલોલ તાલુકાના વ્યાસડા ગામની સીમમાં સોમવારે સવારે નવ દસ વાગ્યાના સુમારે ભુંડે (Boar attack at Vyasda village) એક વૃદ્ધ પર હુમલો કરતા અફરાતફરી મચી ગઈ હતી. સીમમાં કોતર વિસ્તારમાં રહેતા 75 વર્ષિય રતનસિંહ પરમાર તેમના ખેતરમાં ઘાસચારો કાપીને ઘર તરફ લઈ પરત ફરી રહ્યા હતા. એ સમયે સામેથી આવતા એક જંગલી ભુંડે વૃદ્ધ પર હુમલો કરીને ઘાસચારાના ભારા સાથે પટકીને વૃદ્ધના શરીરને બચકાં ભરીને આક્રમક બન્યો હતો. (Boars attacked 3 people in Vyasda village)

ભુંડ બન્યો ખુંખાર જેથી ભુંડના હુમલાથી ભયભીત બનેલા વૃદ્ધ ખેડૂતે બૂમાબૂમ કરી હતી. જેને લઈ તેમના ભાઈ રમણ પરમાર અને ભત્રીજો શૈલેષ પરમાર બન્ને બચાવમાં દોડી ગયા હતા. ભુંડને ભગાવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ ખુંખાર બનેલા ભૂંડે ભત્રીજા પર પણ હુમલો કરીને આક્રમક બની ભાઈ ભત્રીજાને પણ બચકાં ભરી લીધા હતા. ભુંડના હુમલાની ઘટના અંગે જાણ થતાં આસપાસના ખેતરોમાં કામ કરતા અન્ય ખેડૂતોએ દોડી આવ્યા હતા. ખેડૂતોએ મળીને યેનકેન પ્રકારે ભૂંડને ભગાવ્યો હતો. (Boar attacked old man in Vyasda village)

પેટનો ભાગ ફાડી ખાધો આમ જંગલી ભુંડના હુમલાનો ભોગ બનેલા 75 વર્ષીય રતનસિંહ પરમારના પેટનો ભાગ ફાડી ખાધો હોવાને કારણે ફસડાઈ પડ્યા હતા. જ્યારે બચાવમાં ગયેલા તેમના ભાઈ ભત્રીજાને હાથ પગે બચકાં ભરી લેતા બન્ને ઇજાગ્રસ્ત (Wild animal attack in Vyasada village) થયા હતા. સમગ્ર ઘટનાની જાણ થતા ગામલોકો ઘટના સ્થળે દોડી જઈને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. (Kalol of Boar attacked)

Last Updated : Dec 13, 2022, 9:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.