ETV Bharat / state

ડિસ્કવરી ઈન્ડિયા: પંચમહાલના આ મહાદેવ મંદિરનું શિવલીંગ છે અનોખું, જાણો શું છે માન્યતા... - ગુજરાતના પ્રખ્યાત શિવ મંદિર

ગુજરાત રાજ્યમાં અનેક શિવાલયો આવેલા છે. જેમાં કેટલાક શિવાલયો એવા છે કે જે શિવાલયો સ્વંયભુ છે. પણ પંચમહાલ જિલ્લામાં આવેલું એક શિવાલય અનોખું છે. આ શિવલીંગના એક માન્યતાને કારણે જાણીતું છે. તો આવો જાણીએ શું છે મંદિરની અનોખી માન્યતા...

shiva temple in panchamahal
shiva temple in panchamahal
author img

By

Published : Mar 9, 2020, 4:04 PM IST

Updated : Mar 9, 2020, 5:07 PM IST

પંચમહાલઃ ગુજરાત રાજ્યમાં આમ તો અનેક શિવાલયો આવેલા છે. જેમાં કેટલાક શિવાલયો સ્વંયભુ છે. પણ પંચમહાલ જિલ્લામાં આવેલું એક શિવાલય અનોખું છે.

જિલ્લાના ગોધરાથી 30 કિમિ દૂર શહેરાના પાલીખડા ગામ પાસે શામળાજી હાલોલ હાઇવે માર્ગને અડીને આવેલું પૌરાણિક અને સ્વંયભુ એવું મરડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. જે લોકોમાં આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યું છે.

પંચમહાલ જિલ્લાનું મરડેશ્વર મહાદેવનું મંદિર

શ્રાવણ મહિનામાં અહીં ભક્તોનું જાણે ઘોડાપૂર ઉમટે છે. અહીં દર્શન કરવા લોકો ગુજરાત નહી પણ બહારના રાજ્યોમાંથી પણ આવે છે. મરડેશ્વર મહાદેવનના મંદિરની વિશેષતા એ છે કે, અહીં આવેલું શિવલિંગ 7 ફૂટ જેટલું ઊંચું છે. અહીં શિવલીંગના ઉપરના ભાગમાં એક ખાડો છે.જે માંથી પાણીની અવિરત ધારા વહેતી રહે છે. આ પાણી ક્યાંથી આવે છે તે પણ આજે એક રહસ્ય છે.

ત્યારે ભક્તો ગંગાજળ પણ કહે છે. અહીં રાજવી કાળમાં લુણાવાડા સ્ટેટના મહારાજાઓ તેમજ પાટણ સ્ટેટના મહારાજા અહીં દર્શન કરવા આવતા હતા. આ શિવલીંગ મરડ પથ્થરમાંથી બનેલું હોવાથી તેનું મરડેશ્વર નામ પડ્યું હોવાનુ કહેવાય છે.

અહીં શિવરાત્રી અને શ્રાવણના મહિનામાં મેળાઓ ભરાય છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકભક્તો ઉમટી પડે છે. અહીં દાદાને દૂધ, જળ, બીલીપત્ર ચઢાવીને ધન્યતા અનુભવે છે. શિવરાત્રીના દિવસે અહીં રાતે મહાઆરતી થાય છે. આ શિવલીંગની સાથે માન્યતાઓ પણ જોડાયેલી છે.

આ મંદિર સાથે જોડાયેલી છે અનોખી માન્યતા

મંદિરની માન્યતા અનુસાર મરડેશ્વર મહાદેવનું શિવલિંગ શિવરાત્રીની રાત્રિએ ચોખાના દાણા જેટલું વધે છે. આજે પણ ભક્તોની શ્રદ્ધા મરૂડેશ્વર દાદા પ્રત્યે અડગ છે.

Last Updated : Mar 9, 2020, 5:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.